રૂપાણી સાહેબ સીંગતેલના આ ભાવ વધારાને તો રોકો : ગૃહણીઓ લાલઘૂમ 

GUJARAT Publish Date : 26 February, 2021 11:16 PM

રૂપાણી સાહેબ સીંગતેલના આ ભાવ વધારાને તો રોકો : ગૃહણીઓ લાલઘૂમ 

 

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં ભડાકો થયો છે ... ચૂંટણી ને પગલે ખાદ્યતેલ ઓઇલ લોબી શાંત હતી અને ખાદ્યતેલના ભાવ એકંદરે સીંગતેલ 2300, કપાસિયા 1800 અને પામોલીન તેલ 1550 રૂપિયા આસપાસ હતો.. જેવી મહાપાલિકાની ચૂંટણી પુરી થઇ ખાદ્યતેલના ભાવો વધવાના શરૂ થયા ... જાણે ઓઇલ મિલ અને ખાદ્યતેલ ઉત્પાદકો વિજયના વધામણાં આપતા હોઈ તેમ ભાવો વધારી રહયા છે... છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલમાં ધીમે ધીમે 100 રૂપિયા ભાવનો વધારો થયો છે. જેને કારણે સિંગતેલના ડબ્બાએ ભાવમાં રૂ.2500ની સપાટી કુદાવતા તેલનો થયો હતો... સિંગતેલમાં ભાવવધારો થવાની સાથે સાથે કપાસિયા તેલના ભાવમાં રૂ.15નો ભાવવધારો થયો હતો...  જેને કારણે કપાસિયા તેલનો ભાવ રૂ.1925 સુધી બોલાયો હતો... રાજકોટના અલ્કાબેન પટેલ નામના ગૃહનીએ જણાવ્યું કે મોંઘવારીમાં ઘરના 2 છેડા ભેગા નથી થતા.. એક તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધ્યા છે તો આમિર ગરીબ સૌકોઈ માટે રસોઈ બનવવાના તમામ તેલના ભાવ વધી ગયા છે જેથી રસોઈ પાણીમાં બનાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે,... વેપારીઓના જણાવ્યા મુજબ માંગમાં વધારો થયો છે જેને પગલે સતત ભાવ વધી રહ્યા છે.... ગત સપ્તાહ સુધી સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1475 સુધી બોલાતો હતો, પરંતુ ગુરુવારે તેમાં ભાવવધારો થયો હતો અને સિંગતેલ લૂઝના ભાવ રૂ.1500 એ પહોંચ્યા હતા. જ્યારે કપાસિયા વોશમાં 1150-1155 નો ભાવ બોલાયો હતો અને તેમાં 60-70 ટેન્કરના કામકાજ નોંધાયા હતા... મુખ્ય તેલ સિવાય સાઈડ તેલ જેમકે પામોલીનમાં રૂ.30નો ભાવવધારો થતા તેનો ભાવ રૂ.1865 અને મકાઈના તેલમાં રૂ. 40 વધતા તેનો ભાવ રૂ.1810 થયો હતો.

 

Related News