વી.વી.પી. ઈજનેરી કોલેજનાં પ્રથમ વર્ષનાં વિધાર્થીઓ દવારા વૃક્ષારોપણ 

SAURASHTRA Publish Date : 27 February, 2021 09:32 PM

વી.વી.પી. ઈજનેરી કોલેજનાં પ્રથમ વર્ષનાં વિધાર્થીઓ દવારા વૃક્ષારોપણ 

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ દવારા સમાજને એક પોઝીટીવ સંદેશ દેવાની પ્રથમ વર્ષનાં વિધાર્થીઓની પહેલ - ડો. જયેશ દેશકર, આચાર્યશ્રી 

   

વી.વી.પી. ઈજનેરી કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વર્ષનાં વિધાર્થીઓ દવારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં લીમડો, બોરસલી, કરંજ જેવા વૃક્ષો બહોળી સંખ્યામાં વાવવામાં આવ્યા.
આ વિશે વધુ વાતચીત કરતા સંસ્થાનાં આચાર્ય શ્રી ડો. જયેશ દેશકરે જણાવ્યું હતુ કે અમે પ્રથમ વર્ષનાં વિધાર્થીઓનું સ્વાગત હંમેશા વિશેષ રીતે વૃક્ષારોપણ થી કરીએ છીએ.  જેનાથી સમાજમાં પર્યાવરર્ણ માટે એક પોઝીટીવ સંદેશો પહોંચી શકે.  કોલેજ કાળથી જ અમારા વિધાર્થીઓ પર્યાવરર્ણ અને સમાજની ચિંતા કરે તે અમે જોઈએ છીએ.  આ વૃક્ષો અમે માત્ર વાવતા નથી પણ તેનું જતન પણ યોગ્ય રીતે થાય તેની પૂર્ણ કાળજી લઈએ છીએ.  અત્યારે કેમ્પસમાં બધા જ વ્યવસ્થિત રીતે વૃક્ષોનો ઉછેર તથા જતન થાય છે.  આમ સમાજ અને પર્યાવરણની ખૂબ મોટી ચિંતા વી.વી.પી. અને તેના વિધાર્થીઓ કરે છે.  કેમ્પસમાં હાલ ર૦૦૦ થી વધુ વૃક્ષો છે.  વી.વી.પી. ઈજનેરી કોલેજ સંસ્કાર અને દેશભકિતનું સીંચન સાથે ઉચ્ચ ટેકનોલોજીનું શિક્ષણ પૂરૂ પાડતી સંસ્થા છે માટે જ ગુજરાતમાં આધુનીક ટેકનોલોજીનાં ગુરૂકુળોમાં એડમીશન ની પ્રથમ પસંદગી વી.વી.પી. ને આપવામાં આવે છે.  તેથી કહેવાય છે કે સંસ્કાર સાથે નું ઉચ્ચ ટેકનોલોજીનું શિક્ષણ લેવું હોય તો એક માત્ર વી.વી.પી. પર્યાય છે.  આટલી સારી પવૃતિ કરવા બદલ પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર અને સંસ્થાનાં આચાર્ય શ્રી ડો. જયેશ દેશકરે અભિનંદન પાઠવેલ હતા.

Related News