ગુજરાતી સુપરહિટ ફિલ્મ યુવા સરકાર :દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે સ્ટોરી 

BREAKING NEWS Publish Date : 06 March, 2021 10:51 PM

ગુજરાતી સુપરહિટ ફિલ્મ યુવા સરકાર :દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે સ્ટોરી 

 

રાજકોટ 

 

રાજકોટની ધરતી ઉપર બનેલી અને ગુજરાતી દર્શકોની હાલના સમયની સૌથી લોકપ્રિય ફિલ્મ તરીકે છવાઈ ગયેલી "યુવા સરકાર" જોયા પછી જ ખબર પડે કે આ ફિલ્મ સતત 100 દિવસ સુધી કેમ લોકપ્રિય બની છે ..મજબૂત સ્ટોરી લાઈન અને અદભુત સંવાદ સાથે ખુબ જ સ્વચ્છ આખા પરિવાર સાથે બેસીને જોવા જેવી અને હા આ ફિલ્મે રાજકોટને પણ પોતાની માટે ઘણી ખરી સ્પેસ આપી છે .. ફિલ્મના કલાકારોએ રંગ જ રાખ્યો છે... સુંદર કેમેરાવર્ક સાથે એક દમ જકડી રાખે તેવી સ્ક્રિનિંગ અને ડાઈલોગ ડીલેવરી સાથે સુમધુર સંગીત અને સંદેશ આપતી ખુબ જ સરસ સ્ટોરી એ ફિલ્મને અહીં સુધી પહોંચાડી છે , રાજકોટના મીડિયા અને આમંત્રિત મહેમાનો માટે રાખવામાં આવેલા સ્પેશિયલ શોમાં ફિલ્મના કલાકાર અને અગ્રણી ડો હેમાંગ વસાવડા અને મનોજભાઈ રાઠોડે પણ ફિલ્મને માણી હતી.. તો ફિલ્મના કલાકારોએ તમામ ને આવકાર્યા હતા અને ફિલ્મને મળેલા એવોર્ડ અને વાહ વાહી એ ફિલ્મની સફળતામાં ચાર ચાંદ લગાવી દીધા છે ..હર્ષલ માંકડ ..આસ્થા મહેતા...રાજુ યાજ્ઞિક.. હર્ષિત ઢેબર.. મેહુલ બુચ અને જીતેન્દ્ર ઠક્કર સાથે રાજકોટના મિલનભાઈએ ખરેખર ગુજરાતી ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરીને દર્શકોને નવા જ વિચાર સાથે સિનેમા ઘરમાં જવા માટે મજબુર કરી દીધા છે 

Related News