ગુજરાતને મોદીની કેન્દ્ર સરકારે અન્યાય કર્યો ? રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનું સુપ્રીમમાં સોગંધનામુ કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતને પૂરતો ઓક્સિજનનો જથ્થો સપ્લાય નથી કરતી 

NATIONAL NEWS Publish Date : 08 May, 2021 10:40 AM

ગુજરાતને મોદીની કેન્દ્ર સરકારે અન્યાય કર્યો ? રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનું સુપ્રીમમાં સોગંધનામુ કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતને પૂરતો ઓક્સિજનનો જથ્થો સપ્લાય નથી કરતી 

ન્યૂઝ ડેસ્ક 

"મોસાળમાં જમણ અને માં પિરસણી" આ વાતનો ઉલ્લેખ વારંવાર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરતા આવ્યા છે અને ગુજરાતના ખૂણેખૂણે જઈને કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને માંગ્યા વગર સવાયું આપે છે તેવો ભરપૂર પ્રચાર પણ કરે છે, જોકે વાસ્તવિકતા શું છે એ બધાને ખબર છે અને આ વસ્તવિકતામાં હવે સરકારી મોહર પણ લાગી ગઈ છે,  વાત છે ઓક્સિજનના કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થાને લઈને, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકાર ગુજરાતને જરૂરિયાત મુજબનો પૂરતો ઓક્સિજનનો જથ્થો ફાળવતી નથી ! છે,...  ને આશ્ચર્યની વાત, જે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી, અને અમિત શાહ સહિતના ગુજરાતના દિગ્ગજ સર્વોચ્ચ પડે બેઠા છે,...  એ કેન્દ્રની સરકાર જેને "મોસાળમાં જમણ અને માં પિરસણી એવી કહેવત" જણાવીને ગુજરાતીઓને હાથમાં ગલગલીયા કરાવવામાં આવતા હતા તેને અન્યાય ખુદ મોદી સરકાર કરી રહૈ હોવાનો સ્વીકાર અને સોગંધ રાજ્યના જ મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવી રહ્યો છે .. વંદે માતરમ ભારત માતા કી જય.. જય જય ગરવી ગુજરાત...

Related News