રાજકોટમાં રાત્રીની કર્ફ્યુ ફૂડ એન્ડ બિવરેજીસ ઉદ્યોગ ઉપર ખરાબ અસર, સરકાર ધંધો કરવા દે : એસોસિએશન 

BREAKING NEWS Publish Date : 17 March, 2021 08:42 PM

રાજકોટમાં રાત્રી કર્ફ્યુની ફૂડ એન્ડ બિવરેજીસ ઉદ્યોગ ઉપર ખરાબ અસર, સરકાર ધંધો કરવા દે : એસોસિએશન 

 

રાજકોટ 

 

રાજકોટમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થયો છે , કોરોના ના કેસ વધવા ને પગલે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય 2 કલાક વધારવામાં આવ્યો છે કોરોના રોકવા માટે સરકારના આ પગલાંનો લોકોમાં તો વિરોધ થઇ રહ્યો છે સાથે સાથે આ નિર્ણયનો સૌથી વધુ અસર ભોગવનાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એ ફૂડ એન્ડ બિવરેજીસ ઉદ્યોગ કરી રહ્યું છે , રાજકોટમાં ટોચના 45 ફૂડ એન્ડ બિવરેજીસ ધંધાર્થીઓના બનેલા એસોસિએશન દ્વારા સરકારના નિર્ણયને લઈને રોષ વ્યક્ત કર્યો છે ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા સોનાલી પાઉંભાજીના શેખર મહેતાએ જણાવ્યું કે તેઓએ પણ કોરોના સામેની લડાઈમાં સરકારને સપોર્ટ કરી રહ્યા છે જોકે એ તર્ક ગળે નથી ઉત્તરતો કે 2 કલાક વહેલા ધંધા બંધ કરવાથી કોરોના ફેલાતો રોકાઈ જશે..? લોકો પણ સાંજે છે કે કોરોના કેમ અને કેવી રીતે ફેલાય ચ અને કેવી રીતે કેસ વધ્યા છે અમે બસ એટલું જ કહીયે છીએ કે રાજકોટની તાસીર છે અને લોકોની ટેવ છે કે રાત્રીના 9 થી 12 વચ્ચે ખાણીપીણી માટે નીકળે છે અથવા તો તેઓ  મંગાવે છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે લોકો આખા દિવસના થાકીને આઈસ્ક્રીમ કે ગોલા ખાવાનું પસંદ કરે છે ત્યારે દિવસના બધી જ માર્કેટ કે બજારમાં ભીડ રહે છે ત્યાં કોરોના ભાગી જશે અને રાત્રીના 10 થી 12 ની વચ્ચે જ હોટેલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આવીને લોકોને વળગવા લાગશે એ તર્ક સામે લોકો અસહમત છે ..જો ખરેખર કોરોના ના કેસ વધતા હોઈ તો 15 દિવસ સંપૂર્ણલોકડાઉંન નખરે સરકાર અમે સપોર્ટ કરીશું આ અડકચરુ ધંધાને બંધ કરાવી દેશે 

Related News