ચૂંટણી પુરી મતલબ પૂરો ;અમદાવાદમાં કોરોના રોકવા  સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરવા દોડ્યું નબળું નિર્માલ્ય તંત્ર 

NATIONAL NEWS Publish Date : 08 March, 2021 09:54 PM

ચૂંટણી પુરી મતલબ પૂરો ;અમદાવાદમાં કોરોના રોકવા  સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરવા દોડ્યું નબળું નિર્માલ્ય તંત્ર 

 
અમદાવાદ 
 
ગુજરાતમાં ચૂંટણી પુરી થતા જ વહીવટી તંત્રને હવે કોરોના રાજ્યમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતો જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવે લોકો ઉપર બહાદુરી બતાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ ભંગના કેસ કરવા દોડી દોડીને તંત્ર વાહકો હડીયું કાઢી રહ્યા છે ..આમદાવાદ ખાતે તેની શરૂઆત થઇ છે અને અમદાવાદના અનેક વિસ્તારમાં આ  પગલાં લેતા ઉહાપોહ મચી ગયો છે , અમદાવાદના પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે..ચૂંટણી સમયે ગુફામાં સંતાયેલા હવે થાક ઉતારવા બહાર નીકળી પડ્યા છે.. અને ભીડ એકત્ર થઇ રહ્યાનું બહાનું બતાવીને નિર્ધારિત સમય કરતાં હોટલ- રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવી દેવામાં આવ્યા છે, આવી દમન કરી અને સ્વાર્થી વૃત્તિ સામે લોકોમાં સંવેદનશીલ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો સોશિયલ મીડિયામાં ભારે દેકારો બોલાવીને તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે..   
 
 

Related News