કોરોના મામલે હાઇકોર્ટમાં સુનાવણી;સરકારની કામગીરીથી ઉચ્ચ અદાલતને સંતોષ નથી, ઓક્સિજન અને બેડની સ્થિતિ અંગે સરકારની ટીકા 

NATIONAL NEWS Publish Date : 27 April, 2021 02:21 PM

કોરોના મામલે હાઇકોર્ટમાં સુનાવણી;સરકારની કામગીરીથી ઉચ્ચ અદાલતને સંતોષ નથી, ઓક્સિજન અને બેડની સ્થિતિ અંગે સરકારની ટીકા 

 

અમદાવાદ 

રાજ્યમાં કોરોના ને લઈને સુઓમોટો અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી છે જેમાં કોર્ટે સરકારને અનેક સવાલ કર્યા છે માર્ચ મહિનાથી થતી તૈયારી છતાં રાજ્યમાં બેડ અને ઓક્સિજન મળતા નથી, દર્દીઓ મરી રહ્યા છે આ મામલે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, બેડની સ્થિતિમાં કેમ સુધારો નથી આવતો અને ઓક્સિજન ની કેમ અછત છે શું પોલિસી સરકારે બનાવી છે આજ સ્થિતિ રહી તો રાજ્યમાં શું થશે , ઓક્સિજન મામલે કેમ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી સરકાર આંકડાની માયાજાળ રચી રહી છે અને દર્દીઓ કણસી રહ્યા છે આ મામલે સરકારની રજૂઆત થી ઉચ્ચ અદાલતને સંતોષ નથી થયો , સરકાર કોર્ટમાં સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં બેડ અને ઓક્સિજન નથી આ મામલે એવી વાત કરી છે કે સાધનો કરતા દર્દીઓની સંખ્યા વધી છે જોકે કોર્ટે એમ પણ ટિપ્પણી કરી છે કે એક મહિનાથી સરકારને પરિસ્થિતિ અંગે ખબર નથી છતાં કોઈ નકાર પગલાં લીધા નથી  

Related News