હળવદમાં ૫ દિવસના લોક ડાઉનમાં પહેલા દિવસેએ ભારે પ્રતિસાદ મળ્યો તમામ દુકાનો  સજ્જડ બંધ

SAURASHTRA Publish Date : 23 April, 2021 05:07 PM

હળવદમાં ૫ દિવસના લોક ડાઉનમાં પહેલા દિવસેએ ભારે પ્રતિસાદ મળ્યો તમામ દુકાનો  સજ્જડ બંધ


   પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ

હળવદના વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ નગરપાલિકા  અને ધારાસભ્ય આગેવાની હેઠળ બેઠક મળી  હાલ કોરોના પોઝિટિવ કેસ અને કોરોના ના કારણે મોત  ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે કોરોના ચેઈન તોડવા માટે વેપારી મહામંડળમંડળ તારીખ 22 /4 થી 26/4 સુધી 5 દિવસ સુધી લોક ડાઉન   તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે પહેલા દિવસે ‌ગુરૂવારેએ  હળવદ શહેરની આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાન  મબંધ રાખીને ને વેપારી  લોક ડાઉન ના નિણૅય  હળવદ બંધ ને ભારે પ્રતિસાદ મળ્યો હતો

હળવદ વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ નગરપાલિકા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય  હળવદ નગરપાલિકાના લોહાણા મહાજનવાડી ખાતે તારીખ 22/4/થી 26/4 સુધી 5 દિવસ  કોરોના ચેઈન અટકાવવા માટે લઈને  આખો દિવસ સંપૂર્ણ  લોક ડાઉન  નક્કી કરાયું હતું જ્યારે આજે ગુરૂવારે  સવારે થી હળવદ ની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી જેમાં આવશ્યક ચીજવસ્તુ દૂધ શાકભાજી મેડિકલ સ્ટોર  શિવાય ની શહેર ના સરા રોડ . શકિતટોકીઝ રોડ . રેલ્વે સ્ટેશન રોડ. મેઈન બજાર. બસ સ્ટેશન રોડ ‌.સહિતના વિસ્તારમાં આવેલ બજારોમાં  તમામ દુકાનો  સજ્જડ બંધ રાખી હતી આ અંગે વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ. અને ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ધનશ્યામભાઈ દવે જણાવ્યું હતું કે. હળવદ 5 દિવસ  સુધી આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ ધંધાઓ બંધ રાખવાનો નિર્ણય  તમામ વેપારી એસોસિયેશન પ્રમુખ ને વિશ્વાસ ‌મા લઇ ને 5 દિવસ નુ લોક ડાઉન જાહેર કર્યું હતું જેમાં પ્રથમ દિવસે  ગુરુવારે એ સવાર થી હળવદ સજ્જડ બંધ રહ્યું હતું આમ પહેલા દિવસે હળવદ બંધને  ભારે પ્રતિસાદ મળ્યો હતો.    

 

Related News