ગુજરાત પોલીસ હવે બોડી વોર્ન કેમરાથી સજ્જ થશે ; ટ્રાફિક પોલીસ અને  સહિતની એજન્સીઓ માટે કેમેરા ફરજીયાત

TOP STORIES Publish Date : 14 March, 2021 07:40 PM

ગુજરાત પોલીસ હવે બોડી વોર્ન કેમરાથી સજ્જ થશે ; ટ્રાફિક પોલીસ અને  સહિતની એજન્સીઓ માટે કેમેરા ફરજીયાત

 
ગાંધીનગર / રાજકોટ
 
રાજ્ય સરકાર પોલીસને હાઈટેક બનાવવા જઈ અહીં છે , ટ્રાફિક અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના વિભાગોને બોડી વર્ન કેમેરા થી સજ્જ કરવામાં આવશે, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વિગતો જણાવી હતી આ પહેલા પણ રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવાનો વિચાર વહેતો મૂકી ચુકી છે જેનો અમલ હવે ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે, રાજ્યમાં ટ્રાફિક પોલીસ નાગરિકો સાથે વારંવાર ઘર્ષણ માં ઉતારે છે.. વિવિધ મામલે ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી અને ગાળાગાળી અને ક્યારેક મારામારી સુધીની ઘટનાઓ ઘટે છે ત્યારે ગુજરાત સરકારની આ મામલે છબી ખરાબ થતી હોઈ છે જેતે સરકાર માટે પોલીસ કામ કરે છે અને તેને નાગરિકો સાથેના ડિલિંગમાં અનેક વખત ઘર્ષણમાં ઉતારવું પડે છે જોકે મોટાભાગે નાગરિકો સાથે તોછડાઈથી વર્તન અને બેહૂદી ભાષાના ઉપયોગ માટે નાગરિકો પોલીસને ખાસ કરીને ટ્રાફિક પોલીસને ખુબ જ રોષ પૂર્વક  ટ્રાફિક પોલીસ માટે જરા પણ આદરભાવ નથી હોતો ખાસ તો ટ્રાફિક નિયમોને લઈને નાગરિકોને દંડ ફટકારવા મામલે હંમેશા લોકો મનમાં અને ક્યારે કે રૂબરૂમાં પણ બેફામ ગાળો ભાંડે છે આ ગાળો છેવટે ટ્રાફિક પોલીસ માટે નહિ પરંતુ સરકાર માટે પણ હોઈ છે આ બધી બાબતોમાં અનેક વખત નાગરિકો સાથે ઘર્ષણ અને મારામારીની ઘટનામાં પોલીસ ક્યારેક નિર્દોષ પણ હોઈ છે ત્યારે બોડી વોર્ન કેમેરાથી બંને પક્ષે વર્તન કંટ્રોલમાં રહી શકે છે , ખાસ તો ટ્રાફિક પોલીસ અધિકારી કે કર્મચારીઓ નાગરિકોને સભ્યતાથી બોલાવવા અને તેની સાથે નાગરિક જેવું જ વર્તન કરે તેવી અપેક્ષા નાગરિકો રાખી શકશે તો સામે પક્ષે પોલીસ કર્મચારીઓ પણ પોતાના સ્વમાન અને ઈમાનદારી પૂર્વકની ફરજ ને દર્શાવી શકશે ખાસ તો જેમ શહેરમાં ઉકરડો હોઈ તો આખું શહેર ગંદુ ન ગણવાનું હોઈ તેમ જેતે વિભાગમાં ક્યાંક ખોટ હોઈ તેના છાંટા આખા ડિપાર્ટમેન્ટને ઉડતા હોઈ છે ત્યારે આ નવી સુવિધા ઈમાનદાર પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ બનવાની છે તો સજ્જન અને નિયમોનું પાલન કરતા નાગરિકો માટે પણ આ સુવિધા શ્રેષ્ઠ બની રહેશે  

Related News