અવનવા ગીત અને સંગીતના માધ્યમથી કોરોના દર્દીઓને સ્વસ્થ કરી રહ્યા છે રાજકોટ સમરસના દેવદૂતો

NATIONAL NEWS Publish Date : 02 May, 2021 11:31 AM

અવનવા ગીત અને સંગીતના માધ્યમથી કોરોના દર્દીઓને સ્વસ્થ કરી રહ્યા છે રાજકોટ સમરસના દેવદૂતો 

 

રાજકોટ,

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારા માટે દેવદૂત સમય તબીબો સતત સેવા કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં દર્દીઓ વધુ ઝડપથી સ્વસ્થ થાય તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતી ગીત સંગીત પણ દર્દીઓને તબીબો સંભળાવે છે , આવું જ કંઈક સમરસ હોસ્ટેલ ખાતે કર્યું હતું ,  ઓક્સિજનના માસ્ક પહેર્યા હોઈ અને દર્દી પલંગ પર બેસી ગીત સંગીતના તાલે ઝૂમે એ ગુજરાતમાં જ શક્ય છે. લહેરી લાલા ગુજરાતીઓને રાજકોટના સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે એમ.એસ.ડબ્લ્યુ. ની કાઉન્સેલિંગ ટીમના સભ્યો રોજબરોજ આવી થેરાપી આપી હળવાફૂલ રાખે છે.

નીલધારા રાઠોડ (સાઈકિયાટ્રીક સોશિયલ વર્કર) અને એમ.એસ.ડબ્લ્યુ.ના વિદ્યાર્થીઓ અદિતિ પટેલ, જ્યોતિકા પટેલ,મનીષા પરમાર,નિકિતા પરમાર, જયેશ દેલવાલીયા, વિશાખા કુકડીયા, શ્રેયા ઠાકર, એલિસન મકવાણાની ટીમ દર્દીઓની સારસંભાળ રાખે છે. તેમને રોજબરોજ કસરત કરાવવાની, જમાડવામાં મદદ કરવાની સહિતની પ્રવૃત્તિમાં મદદરૂપ બને છે. દર્દીઓને અન્ય કોઈ પ્રોબ્લેમ હોઇ તો તેનું નિરાકરણ લાવે છે. એક પારિવારિક હૂંફ પૂરી પાડવાનું કામ આ ટીમ કરી રહી છે.. હાલમાં જ દર્દીઓ માટે હકારત્મક વિચારો આવે અને મન અન્ય જગ્યાએ જોડાયેલું રહે તે માટે ધાર્મિક, આધ્યાત્મિક, નોવેલ સહિતના ૬૦૦ જેટલા પુસ્તકો દર્દીઓને વાંચવા માટે ઉપલબ્ધ કરાવાયા છે.
જિલ્લા વહીવટી તંત્રની માનવતા ભરી પહેલ અને મેડિકલ ટીમના સહયોગથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે.

Related News