દેશ માટે આગામી 30 દિવસ ખુબ જ મહત્વના : કોરોના કાળો કેર વર્તાવી શકે છે ;શું લોકડાઉંન આવશે 

TOP STORIES Publish Date : 06 April, 2021 08:39 PM

દેશ માટે આગામી 30 દિવસ ખુબ જ મહત્વના : કોરોના કાળો કેર વર્તાવી શકે છે ;શું લોકડાઉંન આવશે 

 
રાજકોટ 
 
રાજકોટ સહીત રાજ્યભરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે , કોરોના ના સતત વધતા કેસ ને લઈને ગુજરાતમાં વિકેન્ડ લોકડાઉંનના ભણકારા વાગી રહ્યા છે  મંગળવારે હાઇકોર્ટે ટકોર કરીને રાજ્યમાં સાપ્તાહિક લોકડાઉંન લાગુ કરવાની ભલામણ કરી છે , ગત વર્ષે જે સ્થિતિ હતી તેના કરતા આ વર્ષે સ્થિતિ વધુ ભયાનક છે , ગત વર્ષની તુલનામાં આ વર્ષે એપ્રિલ મહિનામાં કેસની સંખ્યા 3 ગણી નોંધાઈ રહી છે તો દેશમાં રોજ એક લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે તો મૃત્યુ નો આંકડો પણ ડરાવી રહ્યો છે , રાજકોટ, અમદાવાદ,સુરત,વડોદરા અને રાજ્યના અન્ય મહાનગરોમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે સરકારે ખાસ આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે તો સ્થાનિક વહીવટી તંત્ર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ, વેક્સિનેશન અને ટેસ્ટિંગમાં ગૂંચવાઈ ગયું છે , આ વર્ષે વેક્સીન આવી હોવા છતાં પણ કોરોના બેકાબુ છે અને તેને લઈને સ્થિતિ વધુ ખરાબ બની રહી છે 
 
હાઇકોર્ટની ટકોર બાદ સીએમ વિજયભાઈએ ગંભીરતાથી સ્થિતિની સમીક્ષા કરી 
 
રાજ્યમાં સતત વધતા કોરોના પોઝિટિવ કેસ થી ચિંતા વધી છે તો સ્થિતિની ગંભીરતાને પગલે હાઇકોર્ટે સાપ્તાહિક લોકડાઉંન લાગુ કરવા માટે ટકોર કરી સલાહ આપી છે જેને લઈને સીએમ વિજયભાઈ રૂપાણીએ ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે વાતચીત કરી છે , તો ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પણ સમગ્ર મામલે અવગત થઈને આખરી નિર્ણય કદાચ આગામી 24 કલાકમાં લેવાના સંકેત આપ્યા છે સીએમ રૂપાણીએ તો એમ પણ કહ્યુંય છે કે લોકડાઉંન થી આર્થિક સ્થિતિ ખરાબ બની શકે છે માટે જે ઓછું નુકસાન થાય એ મુજબ ના પગલાં ભરવા સરકાર વિચારી રહી છે 

Related News