ત્રીજી લહેરમાં બાળકો બનશે શિકાર તો શું છે તૈયારી ? સુપ્રીમ કોર્ટે પૂછ્યા કેન્દ્રને આકરા સવાલ, તૈયારી બતાવો પછી ન કહેતા કે ચેતવ્યા ન હતા

NATIONAL NEWS Publish Date : 06 May, 2021 04:14 PM

ત્રીજી લહેરમાં બાળકો બનશે શિકાર તો શું છે તૈયારી ? સુપ્રીમ કોર્ટે પૂછ્યા કેન્દ્રને આકરા સવાલ, તૈયારી બતાવો પછી ન કહેતા કે ચેતવ્યા ન હતા 

 

ન્યૂઝ ડેક્સ 

દેશમાં કોરોનાની લહેરે હાહાકાર મચાવ્યો છે એક પણ ગામ કે શહેરનો વિસ્તાર નહિ હોઈ જ્યાં કોરોના કાળ બનીને ત્રાટક્યો ન હોઈ.. કોરોના એ મચાવેલા તાંડવમાં હવે નવી ચેતવણી સામે આવી છે આજ સુધી બીજી લહેરના ભોગ બનેલા યુવાઓ અને માધ્યમ વયની આયુના ભારતીયોના મોત બાદ હવે ત્રીજી લહેરમાં નાના બાળકો પણ કોરોનાના શિકાર બની શકે છે એવી દહેશત ઉભી થઇ છે ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે જો ત્રીજી લહેર આવે અને તેમાં નાના બાળકો પણ શિકાર બને તો તમારી તૈયારી શું છે? બાળકોને કોરોના નો શિકાર બનતા અટકાવવા માતાપિતાએ શું કરવું જોઈએ સાથે જ કેન્દ્ર સરકાર શું સજ્જ છે ત્રીજી લહેર ને લઈને કેન્દ્ર સાકરની શું તૈયારી છે કોરોના ની ત્રીજી લહેરનો સામનો કરવા માટે.. આ સાહીના અનેક સૌલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યા છે એટલું જ નહિ સાથે એ સવાલ પણ સામે આવી રહ્યો છે કે શું ત્રીજી લહેરમાં પણ કેન્દ્ર કોઈ બહાનું કાઢશે કે કેમ ? બીજી લહેરમાં લખો લોકોના મોતને પગલે દેશમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ત્રીજી લહેર પણ  આવશે અને આવશે તો આ ત્રીજી લહેર કેટલી અને કેવી ભયાનક રહશે આ લહેરમાં શું બાળકો પણ શિકાર બનશે કે કેમ એટલું જ નહિ માતાપિતા આ માટે કેટલા તૈયાર છે એ અંગે પણ સવાલ ઉઠી રહયા છે તો સૌથી વધુ ચિંતા માતાપિતા ની છે કારણ કે જો બાળકો કોરોના નો શિકાર બને તો તેને કઈ રીતે માતાપિતા સંભાળ લસે એ હાલ ચિંતાનો વિષય છે 

Related News