યુવા વેસીનેશન તબક્કાનો લાભ લઇ અન્યોને પ્રોત્સાહીત કરતા રાજકોટના યુવા અને તરવરીયા સોફટવેર એન્જીનીયર નેવીલ વેકરીયા

GUJARAT Publish Date : 02 May, 2021 11:27 AM

 યુવા વેસીનેશન તબક્કાનો લાભ લઇ અન્યોને પ્રોત્સાહીત કરતા રાજકોટના યુવા અને તરવરીયા સોફટવેર એન્જીનીયર નેવીલ વેકરીયા


રાજકોટ, 

કોઇપણ સમૃધ્ધ અને સક્ષમ દેશની સંપત્તિ યુવા અને જાગૃત નાગરીકો છે. હાલ કોરોના મહામારીના કાળમાં યુવાઓ એક આશાના કિરણ સમાન છે. દેશને કોરોના મૂકત કરવામાં તેઓની સહભાગીતા એક નવી જ ઉર્જાનો સંચાર કરે છે.
        રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજયના સ્થાપના દિને ૧૮ વર્ષથી વધુ વય જુથના નાગરીકો માટે શરૂ કરેલ ખાસ વેકસીનેશન ઝૂબેશનો લાભ લેવામાં પણ યુવાઓનો જુસ્સો અને હકારાત્મક અભિગમ ઉડીને આંખે વળગે તેવો છે...રાજકોટના આવા જ યુવા સોફટવેર એન્જીનીયર તથા માહિતીખાતાના કર્મચારી અરવીંદ વેકરીયાના પુત્ર નેવીલભાઈ વેકરીયાએ વેકસીનેશન કરાવી તેમના જેવા અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરતા જણાવે છે કે આ રસી સ્વદેશી અને સલામત છે. ખાસ કરીને દેશના ગૌરવ સમાન આ વેકસીન સ્વદેશી હોઇ દરેક યુવાનોએ દેશને કોરોના મુકત કરવા અને દેશને આત્મગૌરવ અપાવવા આ વેકસીનેશનનો લાભ અવશ્ય લેવો જોઇએ. દેશના જાગૃત અને આવા તરવરિયા યુવાનોની દુરંદેશીતાને જોઇને કહી શકાય કે, દેશનું ભાવી ખરેખર ઉજ્જવળ છે.

Related News