સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રદેશ અગ્રણી મનોજ રાઠોડની પાટડી નગર.પા. નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી 

SAURASHTRA Publish Date : 03 January, 2021 10:35 AM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રદેશ અગ્રણી મનોજ રાઠોડની પાટડી નગર.પા. નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી 

રાજકોટ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ ઢબૂકી રહયા છે ત્યારે રાજકોટ લોધીકા પંથકના કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ મંત્રી મનોજ રાઠોડની સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતેની નગરપાલિકા ચૂંટણીના નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી છે , મનોજ રાઠોડ ને પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ પત્ર લખીને જવાબદારી બજાવવા અનુરોધ કર્યો છે , મનોજ રાઠોડ સૌથી નાની વયે લોધીકામાં તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પ્રમુખ તરીકે નિમણુંક પામ્યા હતા, તેઓએ સક્રિય રાજકારણી ઉપરાંત સામાજિક જવાબદારી નિભાવવા માટે વિવિધ સેવાકિય પ્રવૃત્તિ જેમાં રક્તદાન થી લઈને વૃક્ષારોપણ સહિતના સેવાકીય કર્યો કર્યા છે 

Related News