રાજકોટ :કૃષિમાં આવિષ્કાર કરતા જાગૃત ખેડૂત, જમીનમાં નહિ પાણીના સહારે ઉગાડે છે શાકભાજી 

TOP STORIES Publish Date : 31 January, 2021 10:18 AM

રાજકોટ :કૃષિમાં આવિષ્કાર કરતા જાગૃત ખેડૂત, જમીનમાં નહિ પાણીના સહારે ઉગાડે છે શાકભાજી

 

રાજકોટ

કોઇપણ શાકભાજી કે ફળ ફળાદીનું વાવેતર માટી વિના શક્ય છે ખરું? તમારો જવાબ “ના” જ હશે. પરંતુ આજે અમે તમારી મુલાકાત એક એવા ખેડૂત સાથે કરાવીશું જેણે એ શક્ય કરી બતાવ્યું છે કે માટી વિના પણ ખેતી થઈ શકે છે. માત્ર પાણીની મદદથી પોતાના જ ઘરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે...જીવનમાં આવી પડેલી મુશ્કેલી કઈ રીતે નવા આવિષ્કાર માટે પ્રેરણા આપે છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે રાજકોટ નજીક મેટોડાના વિજ્ઞાન શિક્ષક. આર્થિક પ્રશ્નોથી ત્રસ્ત શિક્ષકે માટીને બદલે પાણીમાં ૨૩ શાકભાજી ઉગાડ્યા છે અને આક્તને પણ અવસરમાં પલ્ટાવ્યો છે.ગણિત - વિજ્ઞાનના શિક્ષક અને ખેડૂતપુત્ર રસિક નકુમ કહે છે કે બી. એસસી. - બી.એડ. કરી વર્ષ ૨૦૧૭ માં રાજકોટમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી શરુ કરી તે સમયે મહીને રૂ.૮000 પગાર હતો. દરમિયાન વરસાદ ન થતા પિતાને ખેતીમાં નુકશાન થયુ. આર્થિક મુશ્કેલી વચ્ચે ઘણી વખત શાકભાજી ખરીદવાના પણ નાણા ખૂટતા હતા ત્યારે વિચાર આવ્યો કે લોકો ઘરમાં જ શાકભાજી ઉગાડે તો કેવું રહે ? પછી હાઈડ્રોપોનીક્સ પર સંશોધન શરુ કર્યું અને જમીનના બદલે પાણીમાં પ્લાન્ટેશન કરી શાકભાજી ઉગાડવાનો પ્રયોગ સફળ રહ્યો. હાલ 900 પ્લાન્ટમાં ૨૩ પ્રકારના શાકભાજી ઉગાડ્યા છે. જેમાં પણ બેઝલ કે જે હર્બલ પ્રોડક્ટ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વિદેશમાં જ્યુસ, સલાડ અને શાક તરીકે આરોગાતું લેટયુસ, પેકચોય, આઈસબર્ગ, બ્રોકલી, કેપ્સીકમ, સ્ટ્રોબેરી સહીતના શાકભાજી ઉગે છે.જમીનમાં માટી સાથે ૫૦ પ્લાન્ટ ઉગાડવામાં આવે તો મહીને ૨૦૦ લીટર પાણીની જરૂર પડે છે. તેટલા જ પ્લાન્ટ હાઈડ્રોપોનીકસમાં ઉગાડો તો માત્ર ૫૦ લીટર પાણી જ જોઈએ.

જાગૃત ખેડૂત રસિકભાઈ જણાવે છે કે આફત હમેશા અવસર લાવે છે બસ તેને ઓળખવાની જરૂર રહે છે ...લોકડાઉંન અને અન્ય મુશ્કેલીઓ થી અવસર ઉભો થયો અને આજે આવિષ્કાર સર્જાયો છે... થોડી મહેનત અને ધીરજ ની જરૂર રહે છે સુઝબુઝ અને આવડત સાથે મહેનત નું મિશ્રણ સર્જાઈ તો સફળતા જરૂર મળે છે 

 

Related News