દિવાળીએ ક્યાં ફરવા જશો : સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળ વિષે જાણૉ 

GUJARAT Publish Date : 25 October, 2020 04:26 AM

દિવાળીએ ક્યાં ફરવા જશો : સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળ વિષે જાણૉ 

 

દિવાળી વેકેશનને લઈને ફરવા માટે તૈયારી કરી રહયા હો તો જાણી લો આ સ્થળો વિષે 

 

આ વર્ષે દિવાળી એ ફરવાનું પ્લાનિંગ કરતા હો તો સૌરાષ્ટ્રને ખાસ મહત્વ આપજો, એ તો સૌરાષ્ટ્રમાં ફરવાથી બજેટ મેનેજ થઇ શકશે , તો બીજું સૌરાષ્ટ્રમાં જ તમારા ખર્ચ કરેલા પૈસા સ્થાનિક લોકો માટે રોજગારીનું સાધન બની જશે , જીહા કોરોના કાળ બાદ હવે લોકો ધીમે ધીમે સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે લોકો વિચારવા લાગ્યા છે, તો સૌરાષ્ટ્રના ફરવાના સ્થળોની આમે તમને યાદી આપી રહયા છે 

 

ખોડલધામ મંદિર 

 

રાજકોટથી ખુબ જ નજીક આવેલા યાત્રાધામો પૈકીના એક એવા ખોડલધામ ખાતે દિવાળી ના તહેવાર ઉપર ફરવા અને માતાજીના દર્શન માટે નજીકનું આ ઉત્તમ ડેસ્ટિનેશન બની ,  ખોડિયાર માતાજીના આધુનિક મંદિર લેઉવા પટેલ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે , માતાજીના દર્શન સાથે અહીં આવેલા ઔષધિ વન અને નયનરમ્ય આધુનિક નિર્માણ મન મોહી લ્યે તેવું છે 

 

 

વીરપુર જલારામ મંદિર 

 

લોહાણા સમાજ સહીત દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે અસ્થાના કેન્દ્ર સમાન છે વીરપુર જલારામ મંદિરે , રાજકોટ થી જેતપુર જતા આવે છે વીરપુર જલારામ મંદિર અહીં જલારામ બાપાના દર્શન સાથે નાનકડી બજાર પણ ખરીદી માટે અનેરી છે ખાસ તો સૌરાષ્ટ્રની વિવિધ દેશી બનાવટની અને હસ્તકલા ની વસ્તુઓ અહીં મળી રહે છે જલારામ મંદિર સાથે સાથે બજારમાં ફરીને ખરીદી પણ કરી શકો છે 

 

જૂનાગઢ ગિરિનાર પર્વત અને રોપ-એ નો આનંદ 

 

યાત્રાધામો પૈકી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નું આગવું સ્થાન છે અહીં શહેરના ઐતિહાસિક સ્થળૉનીમુલાકાત તો લૈજ શકો છે સાથે સાથે જૂનાગઢ આવો તો ગિરિનાર ઉપર ચડીને અહીં બિરાજતા માં અંબાજીના દર્શન કેમ ન કરો , જૂનાગઢમાં હાલમાં જ ગિરિનાર ઉપર રોપ-વે સુવિધા શરૂ થઇ છે અને તે માત્ર 8 મિટીંમાં ગિરિનાર પર્વત ઉપર અંબાજીના ધામ સુધી પહોંચાડે છે એ પણ કિફાયતી ભાડામાં અને હા નવેમ્બર મહિનામાં યાત્રાળુઓ અને સહેલાણીઓ માટે ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે ,જૂનાગઢમાં ગિરિનાર ની ગોદમાં ફરવાના અને માણવાના અનેરા સ્થળ છે પરન્તુ હવે જૂનાગઢ જાવ તો રોપ-વે દ્વારા ગિરિનાર ઉપર પહોંચી શકશે અને એ પણ ખુબ જ સમયમાં , ગિરિનાર ઉપરાંત તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર સાથે ભવનાથ મંદિર અને અન્ય મંદિરો અને દામોદર કુંડ નું પણ એટલું જ અનેરું મહત્વ છે તો અહીં વલ્લભાચાર્યજીની બેઠકજી પણ આવેલા છે અહીં પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ સેવા પૂજા કરવામાં આવે છે , જૂનાગઢ સંત અને શૂરાની ભૂમિ છે તો જૂનાગઢ પહોંચી જાવ અને અનેરા આનંદ ની અનુભૂતિ કરી પ્રવાસ ને તહેવારમાં જ સાર્થક કરો 

 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર 

સૌરાષ્ટ્રના ફરવાના અને યાત્રાધામોના સ્થળૉ પૈકી સોમનાથ મહાદેવ મંદિર પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું છે અહીં સમુદ્ર મહાદેવના ચરણ વંદન કરી રહયા છે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે સાથે જ યાત્રાધામોમાં પણ સૌ કોઈની પહેલી પસંદ છે સોમનાથ જવા માટે રાજકોટ થી બસ સેવા સાથે ટેક્સી પણ ઉપલબ્ધ છે માટે સોમનાથ ને પણ દિવાળીના તહેવાર માટે તમારા ડેસ્ટિનેશન લિસ્ટમાં સમાવી લેજો 

 

માટેલ માં ખોડિયાર નું મંદિર 

 

દિવાળી ઉપર દેવ દર્શન માટે તમે મોરબી નજીક આવેલા માતેલા ધામ ના દર્શન પણ કરી શકો છો અહીં માં ખોડિયાર સાક્ષાત બિરાજે છે કાર લઈને કે બસ દ્વારા અહીં પહોંચી શકાય  છે અને માતાજીના દર્શન કરીને દિવાળી ના તહેવાર માં નાનકડો પ્રવાસ કરી શકશો 

Related News