સીંગતેલમાં તેજી બેકાબુ બની :મગફળીના ઊંચાભાવ અને ચીનની માંગમાં ઉછાળો જવાબદાર 

RAJKOT-NEWS Publish Date : 26 October, 2020 03:02 AM

 સીંગતેલમાં તેજી બેકાબુ બની :મગફળીના ઊંચાભાવ અને ચીનની માંગમાં ઉછાળો જવાબદાર 

 
સીંગતેલમાં સતત ભાવ વધારાથી બજારમાં તેજી બેકાબુ બની છે , એક તરફ બજારમાં નવી મગફળી ઠલવાઇ રહી છે તો બીજી તરફ મિલોમાં તેલનું ધૂમ પીલાણ પણ શરૂ થઇ રહ્યું છે છતાં સીંગતેલના ભાવ સીઝનમાં ઘટવા કે કાબુમાં આવવાને બદલે સતત વધી રહયા છે , સીંગતેલના ભાવમાં વધારા પાછળ મગફળીના ઊંચા ભાવે વેંચાણ અને આ વર્ષે વરસાદમાં મગફળી ને સારી એવી નુકસાની થવાને જવાબદાર માનવામાં આવે છે ઓછા તેમ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન ના પ્રમુખ કિશોરભાઈ નું કહેવું છે , સીંગતેલમાં અવિરત તેજી પાછળ ચીન જવાબદાર હોવાનું કિશોરભાઈ ઉમેરે છે , કિશોરભાઈ જણાવે છે કે આ તેજી નથી માત્ર સીઝનલ ડિમાન્ડ નીકળી છે જેમાં ચીન સૌથી વધુ તેલની આયાત કરી રહયાનું જણાવ્યું છે, કિશોરભાઈ એ કહ્યું કે ચીન દર વર્ષે 45 હજાર ટન સીંગતેલ ની આયાત કરે છે અને જરૂરિયાત મુજબના સીંગદાણા પણ આયાત કરી મંગાવે છે જોકે આ વર્ષે સીંગદાણા ની નહીં પરંતુ સીંગતેલની ડિમાન્ડ નીકળી છે આ વર્ષે ચીન 80 થી 90 હજાર ટન સીંગતેલ ની આયાત કરે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે , ચીનમાં આજ સુધીમાં 45000 ટન સીંગતેલ નિકાસ થઇ ચૂક્યું છે , તો હજુ 20000 ટન મગફળી ની પીલાણ પાઇપ લાઈનમાં છે આ વર્ષે મગફળી ને નુકસાન થવાથી પાક નો અંદાજ ઓછો વ્યક્ત કરવામાં આવ્યો છે તો બીજી તરફ બજારમાં મગફળીની ડિમાન્ડ પણ નીકળી છે એટલે થોડા ભાવ ઊંચા થાય એ સ્વાભાવિક છે અને તેને પગલે હાલ ખેડૂતોને ભાવ મળી રહયા છે , સોમાની આ વખતે સાધારણ સભા કોરોનાને કારણે નહિ યોજવાનો નિર્ણય પણ લેવાયો હોવાથી કિશોરભાઈએ ઉમેર્યું છે 

Related News