મુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું 

NATIONAL NEWS Publish Date : 10 June, 2021 08:40 AM

મુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું 

 

મુંબઈ 

ચોમાસાનું મુંબઈમાં તોફાની આગમન થયું છે, મુંબઈમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યું છે , મુંબઈના ઉપનગરીય વિસ્તારોનો વરસાદી પાણીને પગલે સંપર્ક કપાયો છે, તો ચારે તરફ પાણી ભરવા સાથે ભારે વરસાદને પગલે મુંબઈમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભારે વરસાદની સ્થિતિમાં મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં ગોઠણથી લઈને કાપર સુધીના પાણી ભરાયા છે, ભારે વરસાદ સતાહૈ બીજો ખતરો દરિયાને લઈને ઉદ્ભવ્યો છે, મુંબઈના દરિયામાં ઊંચા અને તોફાની મોજા ઉછળવાની આગાહી પણ કરવામાં આવી છે સ્થિતિ ઉપર સરકાર નજર રાખી રહી છે.. 

Related News