તબીબોની સારવારની સાથે પ્રાણવાયુ સમા ધાર્મિક પુસ્તકોના વાંચન થકી સ્વસ્થતા મેળવતા ૭૮ વર્ષીય કોવીડ પોઝીટીવ દર્દી નાથાભાઈ વેકરીયા

SAURASHTRA Publish Date : 15 May, 2021 06:25 PM

તબીબોની સારવારની સાથે પ્રાણવાયુ સમા ધાર્મિક પુસ્તકોના વાંચન થકી સ્વસ્થતા મેળવતા ૭૮ વર્ષીય કોવીડ પોઝીટીવ દર્દી નાથાભાઈ વેકરીયારાજકોટ   

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર સ્થિતિના દર્દીઓને બચાવવા હોસ્પિટલ તંત્ર દ્વારા આધુનિક સારવાર આપીને તેમને કોરોના મૂક્ત બનાવવા અથાક પ્રયાસો કરવામાં આવી રહયાં છે. ત્યારે કોરોના  સામેની આ લડતમાં તાજેતરમાં વધુ એક દર્દી કોરોનામાંથી બહાર આવતાં સિવિલના તબીબોએ આ દર્દીની રિકવરીને ગૌરવરુપ ગણાવી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નિવાસ કરતા ૭૮ વર્ષીય દાદા નાથાભાઈ વેકરીયાને કોરોનાનું વધારે ઇન્ફેક્શન લાગતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓની હાલત સ્વસ્થ થતા તેમને સિવિલ હોસ્પિટલના ચોથા માળે સી વીંગમાં રખાયા છે. જયાં તે વધુ સ્વસ્થ થવા માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીને સમય વિતાવે છે.

દાદાનું કહેવું છે કે, વાંચન એ જીવનને સાચી અને સારી રીતે જીવવાનો પ્રાણવાયુ છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે.  વાંચન મારા મનને શાંત બનાવે છે. ખોટા વિચારો આવતાં નથી. હવે તો પુસ્તકો જ મારો આખરી સહારો છે.

ગંભીર પરિસ્થિતિના દર્દીઓ બચી જાય એ માટે હોસ્પિટલના તબીબો રાત-દિવસ મહેનત કરે છે, તેની સાથો સાથ હકારાત્મક અભિગમ અને સકારાત્મક વાંચન થકી દર્દીઓને વધુ ઝડપથી સાજા થવામાં મદદરૂપ બને છે.

Related News