જાણો ક્યાં થઇ પુરા 50 કરોડના આઈફોન અને આઈપેડની લૂંટ 

TOP STORIES Publish Date : 18 November, 2020 03:54 AM

જાણો ક્યાં થઇ પુરા 50 કરોડના આઈફોન અને આઈપેડની લૂંટ 

 
આઈફોન અને આઇપેડ લઈને જતા ટ્રકને અંતરીને લૂંટારૃઓએ લૂંટ કરતા ખળભળાટ 
 
નોર્થેમટનશાયર 
 
બ્રિટનમાં મંગળવારે રાત્રીના ખળભળાટ મચાવનારી લૂંટની ઘટના  ઘટી છે , લૂંટારૃઓએ એપલ કમ્પનીની વિવિધ પ્રોડક્ટ લઇએ જતા એક ટ્રકને આંતરીને 50 કરોડની લૂંટ મચાવી છે, ટ્રકમાં એપલ કંપનીના આઈફોન અને આઇપેડ સહિતની કિંમતી વસ્તુઓ હતી 
 
લૂંટારૃઓએ પ્રિપ્લાન લૂંટ મચાવી છે લૂંટારૃઓએ ટ્રક ચાલકને આંતરીને તેને  બંધક બનાવ્યો હતો અને ટ્રકની અંદર રહેલા મોબાઈલની અને અન્ય વસ્તુઓ ને બીજા ટ્રકમાં લાદીને ટ્રક ચાલક ને છોડી મૂકીને બીજો ટ્રક લઈને ફરાર થયા હતા , જોકે લૂંટારુઓ એટલા ચાલાક હતા કે લૂંટની વસ્તુઓને અન્યત્ર ઠાલવીને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલો ટ્રક રેઢો છોડી મુક્યો હતો અને આ ટ્રકને પોલીસ દવારા જપ્ત પણ કરવામાં આવ્યો છે 
 
પોલીસ હવે લૂંટાયેલા મોબાઈલ ફોન ખરીદનાર સુધી પહોંચીને લૂંટારુઓ સુધી પહોંચવા  છે જોકે આ  લૂંટારૃઓએ ફોન સહિતની સામગ્રી અન્યત્ર કે બીજા દેશમાં વેંચવાનું પ્લાનિંગ બનાવી લીધું હોઈ શકે કે , હાલ તો બ્રિટન પોલીસ લૂંટારૂઓને શોધવા માટે તમામ કોશિશ કરી રહી છે જેથી 50 કરોડની કિંમતની મુદ્દામાલની લૂંટનો ઉકેલ લાવીને લૂંટારૂઓને ઝડપી શકાય 

Related News