ગુજરાતમાં ચોમાસુ ઢુંકડું :15મી સુધીમાં મેઘરાજાનું આગમન થશે 

BREAKING NEWS Publish Date : 10 June, 2021 08:47 AM

ગુજરાતમાં ચોમાસુ ઢુંકડું :15મી સુધીમાં મેઘરાજાનું આગમન થશે 

 

અમદાવાદ 

મહારાષ્ટ્રમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે , મુંબઈમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી પાણી ફરી વધ્યા છે તો હવે ગુજરાતમાં પણ ચોમાસાએ આગમનની છડી પોકારી દીધી હોઈ તેવું લાગી રહ્યું છે , રાજ્યના અલગ અલગ 9 જિલ્લામાં વરસાદ થયાનું નોંધાયું છે તપ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે હાલ પ્રિમોન્સુન ગતિવિધિ વધુ સક્રિય બની છે .. સામાન્ય રૂપથી ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર ચોમાસુ બેસી જાય છે અને વરસાદ નું આગમન થાય છે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં વરસાદ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા પધારે છે જોકે આ સિસ્ટમ છેલ્લા 2 થઇ  વર્ષમાં બદલાઈ છે પરંતુ હવામાન વિભાગની માણીયે તો આ સપ્તાહે ગુજરાતમાં ચોમાસુ બેસી જશે અને મેઘરાજાની છડી પોકારવા લાગશે 

Related News