"બોસ હો તો એસા" કર્મચારીઓના નામે કમ્પનીના શેર કર્યા , કર્મચારીઓને બનાવી દીધા કરોડપતિ 

TOP STORIES Publish Date : 26 November, 2020 04:03 AM

"બોસ હો તો એસા" કર્મચારીઓના નામે કમ્પનીના શેર કર્યા , કર્મચારીઓને બનાવી દીધા કરોડપતિ 

લંડન 

ઇંગ્લેન્ડની એક કમ્પનીના કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે , અને કર્મચારીઓના કરોડપતિ બનવા પાછળ છે તેના બોસ , જીહા કંપનીના બોસે તેના જ કર્મચારીઓને રાતોરાત કરોડપતિ બનાવીને કર્મચારીઓની જિંદગી બનાવી દીધી છે,  ઇંગ્લેન્ડની એક ફેમસ કમ્પનીના માલિકે તેને થયેલા નફામાં કર્મચારીઓને પણ ભાગીદાર ગણીને કમ્પનીના શેર કર્મચારીઓના નામે કરીને કરોડપતિ બનાવી દીધા છે અને એ પણ થોડા ઘણા નહિ પરંતુ 8100 કરોડથી  પોતાની કંપનીના કર્મચારીઓને વેંચીને કરોડપતિ બનાવી દીધા છે  
 
આ દિલાવર બોસનું નામ છે "મેથ્યુ મોલ્ડિંગ " અને તેની કમ્પનીનું નામ છે "ઘી હટ ગ્રુપ " જે હાલમાં લોકડાઉંન ના સમયમાં પણ સારો વેપાર કરી રહ્યું છે , કંપનીના માલિક મેથ્યુ પહેલાથી જ પોતાના કર્મચારીઓને સાથે રાખવા મામલે હંમેશા ચર્ચામાં જ રહે છે ત્યારે મેથ્યુ એ આ વખતે પોતાના વેપારમાં થયેલા હજારો કરોડના નફાને કર્મચારીઓના ભાગે પડતા વેંચી દીધા છે જેને પગલે તેની સાથે કામ કરતા કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે , આ કરોડપતિ બનેલા કર્મચારીઓમાં મેથ્યુના કાર ચાલાક થી લઈને તેની સેક્રેટરી છે આમ તેને એક ઉમદા બોસ હોવાનું સાબિત કર્યું છે અન્ય અબજોપતિઓ અને મોટી નાની કંપનીઓ ચલાવનારા માટે મેથ્યુ ઉદાહરણ રૂપ છે 

Related News