રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં વોર્ડ બૉયે વૃદ્ધ મહિલા દર્દી ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ :આરોપીની ધરપકડ 

TOP STORIES Publish Date : 30 April, 2021 08:28 PM

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં વોર્ડ બૉયે વૃદ્ધ મહિલા દર્દી ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ :આરોપીની ધરપકડ

 

રાજકોટ

રાજકોટને શર્મસાર કરે તેવી ઘટના નોંધાઈ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના સારવારની કોવિડ હોસ્પિટલમાં એક વૃધ્ધા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા અટેન્ડન્ટે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, શરૂઆતમાં આ ઘટના પોલીસને શંકાસ્પદ લાગતી હતી જો કે પોલીસે ભોગ બનનાર મહિલાની પૂછપરછ કરતા અને જીણવટભરી તપાસ પ્રાથમિક રૂપથી કરતા અટેન્ડન્ટ પોતે કરેલા પાપની કબૂલાત કરી હતી...  હાલ આ શખ્સ પોલીસ સકંજામાં આવી ગયો છે પોલીસે ઝડપી પડેલા આ શખ્સનું નામ છે હિતેશ ઝાલા, જે સિવિલ હોસ્પિટલના કોવિદ વિભાગના અટેન્ડન્ટનું કામ કરતો હતો, આ પિશાચી આરોપીએ વૃદ્ધ મહિલાને કોરોના વોર્ડમાં પોતાની હવસનો શિકાર બનાવી અને ઇન્જેક્શન મારી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.. આ ઘટનામાં પોલીસ હજુ પણ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે મહિલાના આક્ષેપ ગંભીર છે અને તેને લઈને તુરંત આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે ,.સમગ્ર મામલે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી વિગતો મુજબ રાજકોટની કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક મહિલાએ તેના પરિવારજનોને ફોન કર્યો જેમાં તેની સાથે બુઘવારની રાત્રી દરમિયાન ત્યાં ફરજ પર હાજર અટેન્ડન્ટ દ્રારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેના આધારે દર્દીના પરિવારજનોએ પોલીસને જાણ કરી,પોલીસે આ અંગે તપાસ શરૂ કરી.શરૂઆતના તબક્કે પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતી હતી જો કે જ્યારે પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન લીધું ત્યારે આ બનાવ હકિકતમાં બન્યો હોવાનું સામે આવ્યું હતુ.જેના આધારે પોલીસે ત્યાં ફરજ પર હાજર તમામ સ્ટાફની પુછપરછ કરી જેમાં હિતેષ ઝાલા નામનો આ જ શખ્સ શંકાના દાયરામાં આવ્યો અને પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.. આરોપીને ઝડપી લીધા બાદ સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ કરી હતી જેમાં ડીસીપી ઝોન 2 મનહરસિંહ જાડેજાએ વિગતો જણાવી છે, પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા દરમિયાન બુધવારની રાત્રે તેઓને માથું દુખતું હોવાથી તેઓ પોતાના બેડ પર બેઠા હતા ત્યારે જ હિતેષ નામનો શખ્સ તેની પાસે આવ્યા અને કેમ જાગો છો તેવું કહીને તેની મદદ કરવા માટે આગળ આવ્યા જો કે ત્યારબાદ અટેન્ડન્ટે લાઇટ બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.. જો કે આ કેસમાં કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ પણ સામે આવ્યા છે જેની પોલીસ તપાસ કરી રહી છે... જે રૂમમાં ભોગ બનનાર મહિલા હતા ત્યાં અન્ય ત્રણ દર્દીઓ પણ હતા ત્યારે આ ઘટના બની તો કોઇને અવાજ કેમ ન આવ્યો.. અટેન્ડન્ટની સાથે અન્ય નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ હાજર હતા ત્યારે તેઓના ધ્યાને આ વાત આવી છે કે કેમ.આવા પ્રશ્નોના જવાબ લેવા માટે પોલીસ તમામની પુછપરછ કરી રહી છે અને સાંયોગિક પુરાવાઓને આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે..

Related News