રાજકોટ આવી પહોંચી કોરોના વેક્સીન :સૌરાષ્ટ્રમાં વિતરણ થશે  16મીથી  એક સાથે વેક્સિનેશન શરૂ થશે :વેક્સિનનું સ્વાગત કરાયું 

TOP STORIES Publish Date : 13 January, 2021 10:33 AM

રાજકોટ આવી પહોંચી કોરોના વેક્સીન :સૌરાષ્ટ્રમાં વિતરણ થશે 

16મીથી  એક સાથે વેક્સિનેશન શરૂ થશે :વેક્સિનનું સ્વાગત કરાયું 

રાજકોટમાં વેકિસનનું આગમન કેબિનેટ મંત્રી આર.સી ફળદુ અને સાંસદ મોહન કુંડારીયાએ કંકુતિલકથી વધામણા કર્યા, ૭૭,000 ડોઝના જથ્થા  એરપોર્ટથી સંગ્રહસ્થાન સુધી ગ્રીન કોરીડોર લઈ જવાયો

રાજકોટમા કોરોનાના કેસ ૧૪000ને પાર થઈ ચૂક્યા છે..  ત્યારે રાહતના કિરણ જેવું રસીકરણ તા.16થી શરૂ થવાનું છે. આ માટે હવાઈમાર્ગે આજે વહેલી સવારે૭૭000 રસીનો ડોઝ રાજકોટ આવી હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું વર્ચ્યુઅલ લોન્ચીંગ રાજકોટ અને અમદાવાદથી કરવામાં આવનાર છે... આજે વહેલી  રસીનો જથ્થો એરપોર્ટ ઉપર આવી પોહચ્યો હતો  મંત્રી આર.સી ફળદુ સાંસદ પૂર્વ મેયર બીના આચાર્ય સહિત અધિકારીઓ અને નેતાઓએ આવકારી કંકુ ચોખાથી વધામણા  કર્યા હતા... રાજકોટ એરપોર્ટ ઉપર વિમાનમાં રસી આવ્યા બાદ તેને ગ્રીન કોરીડોર દ્વારા વિભાગીય નિયામક આરોગ્યની કચેરી ખાતે બનાવાયેલ સૌરાષ્ટ્રના ક્ષેત્રીય સંગ્રહસ્થાનમાં રાખવામા આવી હતી અને ત્યાંથી ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ખાતેથી જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં તેની ફાળવણી કરવામાં આવશે. દરેક મહાપાલિકાને તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક ડોઝ મોકલવામાં આવશે અને ત્યાંથી કોલ્ડ ચેઈન મારફત આ જથ્થો વેકિસન સેન્ટર ઉપર મોકલવામાંઆવ્યો હતો સુરક્ષીત  રાખવામાં આવ્યો હતો 

 

રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રમાં રસીનું વિતરણ થશે

રાજકોટ-  9,000

રાજકોટ જિલ્લામાં-  16,500

જામનગર શહેર -5000

જામનગર જિલ્લામાં-9000

દેવભૂમિ દ્રારકા જિલ્લો-  45,00

પોરબંદર - 5,000

મોરબી- 5, 000

કચ્છ - 16, 000

Related News