અમદાવાદના સોનીએ 10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરી ;300 કરોડની ક્રેડિટ મેળવી ,કેવી રીતે આચર્યું કૌભાંડ વાંચો મહાઠગ 

TOP STORIES Publish Date : 06 January, 2021 09:34 PM

અમદાવાદ

અમદાવાદમાં સોની વેપારીઓએ સિન્ડિકેટ રચીને કોઈ જ માલ વેંચ્યા વગર બોગસ બિલિંગ કૌભાંડ આચરીને સરકારને ચૂનો લગાડવાનું મહા કારસ્તાન કર્યાનું સામે આવ્યું છે , જીએસટીની ઇનપુટ ક્રેડિટ મેળવા માટે ભરત સોની અને તેના દીકરા દીકરી એ જમાઈઓના નામે ઉભડક પેઢીઓ બની ગઈ અને તેના દ્વારા બીગસ બિલ બનાવીને લગભગ 10 હજાર કરોડ થી વધુનું કૌભાંડ આચરીને સરકારને 300 કરોડની ઇનપુટ નો ચૂનો લગાડી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે શું છે આખો મામલો જુઓ આ મહાઠગ વિશેષમાં 

અમદાવાદ નોર્થ કમિશનરેટની સેન્ટ્રલ જીએસટીની પાંખે ભરત ભગવાનદાસ સોની, (શુકન સ્માઈલ સિટી, ન્યૂ રાણીપ, અમદાવાદ) ની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરી છે. સોના ચાંદી અને હીરા અને જ્વેલરીની ખરીદીના 2435.96 કરોડના બોગસ બિલ બનાવ્યા અને 72.25 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી. અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરત સોનીને રજૂ કરાયો હતો. જેણે ભરત સોનીને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી ભરત સોનીએ કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જીએસટી વિભાગના અંદાજ મુજબ, રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સેન્ટ્રલ જીએસટીને મળેલી માહિતીના આધારે ભરત સોની સામે તપાસ કરાઈ અને તેણે શહેરના વિવિધ બુલિયન ટ્રેડર્સ સાથે સાંઠગાંઠ કરીને હજારો કરોડના બોગસ બિલ જનરેટ કરી કરોડો ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાનું શોધી કઢાયું.

ભરત સોનીએ 6 અલગ અલગ પેઢીઓ ખોલી
મુખ્ય સૂત્રધાર ભરત સોનીએ 6 અલગ અલગ પેઢીઓ ખોલી હતી. જે તેના પરિવારજનોના નામે હતી. જેમાં ઘનશ્યામ જ્વેલર્સ(ભરત સોની પોતે), કનિષ્ક જ્વેલર્સ(ભાવિન સોની, પુત્ર) દીપ જ્વેલર્સ(દીપાલી પાટડીયા, પુત્રી), એન.એસ. એન્ટરપ્રાઈઝ(નીતિન પાટડીયા, જમાઈ), એસ.એ.ઓર્નામેન્ટ(શ્વેતા પાટડીયા, પુત્રી), બી-2 જેમ્સ(આદર્શ પાટડીયા, જમાઈ)નો સમાવેશ થાય છે.

ભરત સોનીએ પરિવારજનોના નામે ખોલેલી 6 અલગ અલગ પેઢી

જેમાં ઘનશ્યામ જવેલર્સના મલિક તરીકે પોતે, કનિષ્ક જવેલર્સના માલિક તરીકે તેને પોતાના પુત્ર ભાવિન સોનીનું નામ રાખ્યું હતું ,પુત્રી દિપાલી પાટડિયાના નામે દીપ જવેલર્સ , જમાઈ નીતિન પાટડીયાએ એન એસ જવેલર્સ,  પુત્રી શ્વેતાના નામે એસ એ જવેલર્સ બનાવ્યું , તો બીજા જમાઈના નામે બી-2 જેમ્સ બનાવ્યું હતું આ મામલે લગભગ 

આ છ પેઢીના નામે જ રૂ.2435.96 કરોડના બોગસ બિલ જનરેટ થયા

આ પેઢીઓ ખોલીને ભરત સોનીએ તેના નામે બોગસ બિલો જનરેટ કરવાનું શરૂ કરી દીધું. ઉપરાંત એક આખી બુલિયન જ્વેલર્સની ટોળકી રચી જેઓ પદ્ધતિસર વખતો વખત કરોડો રૂપિયાના અંદરો અંદર ટ્રેડિંગના વ્યવહારો બતાવી અને તેના બેંકિંગ વ્યવહારોના આધારે બોગસ બિલો જનરેટ કરતા ગયા. ફક્ત આ છ પેઢીના નામે જ રૂ.2435.96 કરોડના બોગસ બિલ જનરેટ થયા. જેના આધારે આ પેઢીઓના નામે રૂ.72.25 કરોડની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી.

રૂ.7250 કરોડના બોગસ બિલ જનરેટ કરી રૂ.210 કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટ ઓળવી હોવાનો અંદાજ.. જીએસટી વિભાગની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ આખા કૌભાંડની ચેઈન ઘણી મોટી છે અને બીજા ઘણાં મોટા માથાંઓ અને શહેરના નામી જ્વેલર્સ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આ તમામ લોકોએ એક સિન્ડિકેટ રચીને સોના-ચાંદી, હિરા તથા જ્વેલરીની ખરીદીના અંદરો અંદરના વ્યવહારો દર્શાવી કરોડોના બોગસ બિલ ઉભા કર્યા હતા. પ્રાથમિક અંદાજ અનુસાર આ સિન્ડિકેટના બાકીના સભ્યોએ મળીને રૂ.7250 કરોડના બોગસ બિલ જનરેટ કરીને રૂ.210 કરોડની ઈનપુટ ક્રેડિટ ઓળવી લીધી છે.

રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવી શકે


જીએસટી વિભાગનો અંદાજ છે કે, ભરત સોની અને આ ટોળકીએ મળીને રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે.

કેવી રીતે બુલિયન ટ્રેડર્સે આ કૌભાંડ કર્યું
રૂ.10 હજાર કરોડથી વધુના આ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા બધા મોટા માથાઓ અમદાવાદ શહેરના બુલિયન ટ્રેડર્સ જ છે. આ બધાએ અંદરો અંદર સિન્ડિકેટ(ટોળકી)રચીને એક બીજાને સોના-ચાંદી તેમજ ડાયમંડનો માલ વેચ્યાના બોગસ બિલ જનરેટ કર્યા હતા. વાસ્તવમાં આવી લેણ-દેણના કોઈ ફિઝિકલ વ્યવહાર કે ડિલિવરી થઈ જ નહોતી. બીજી તરફ આ બોગસ બિલ રજૂ કરીને સરકાર પાસેથી તેના પ્રમાણમાં બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાતી હતી. જીએસટી વિભાગના અંદાજ અનુસાર રૂ.10 હજાર કરોડના આ બોગસ બિલિંગ કૌભાંડમાં રૂ.300 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઓળવી લેવાય હોય શકે છે.

Related News