અમદાવાદનો રિવરફ્રન્ટ આપઘાત માટે પીકપૉઇન્ટ કેમ બની રહ્યો છે ?

TOP STORIES Publish Date : 01 March, 2021 10:45 PM

અમદાવાદનો રિવરફ્રન્ટ આપઘાત માટે પીકપૉઇન્ટ કેમ બની રહ્યો છે ?

 

અમદાવાદ એટલે ખુશીઓ અને સપના પુરા કરવાનું શહેર ..અહીં પદ..પૈસા..પાવર બધું જ અહીં આવનારા લોકોને મળે છે... સાબરમતી સાથે નર્મદાનું સંગમ પણ અદભુત છે... જોકે હવે સાબરમતીના રિવરફ્રન્ટને લાગી રહ્યું છે આપઘાતનું ગ્રહણ.. વર્ષે અહીં ઢગલાબંધ લોકો આપઘાત માટે કૂદકો લગાવે છે... ક્યારેક રિવરફ્રન્ટ ઉપરથી કૂદકો લગાવે છે તો ક્યારેક સાબરમતી ઉપરના બ્રિજ થી.. જોકે સાબરમતીએ આપઘાત કરવા માટે પહેલી પસંદ બની રહ્યું છે અને તાજેતરમાં જ એક યુવતીના આપઘાત પહેલાના વિડીયો સંદેશથી ફરી એક વખત રિવરફ્રન્ટ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યું છે.. કેમ અહીં આપઘાત માટે લોકોએ પહેલી પસંદ સાબરમતી રિવરફ્રન્ટનો બનાવી છે.. તે માટે સાબરમતીમાં ખુલ્લો રિવરફ્રન્ટ અને સિક્યુરિટી વગરની ઉપલબ્ધતા છે ..જોકે આપઘાત કરનારા લોકો માટે કોઈને કોઈ હાથવગો ઉપાય હોઈ છે આપઘાત પહેલા આપઘાત કરનાર વ્યક્તિ એક દમ પરેશાન હોઈ છે અને સહેલામાં સહેલો રસ્તો એ શોધે છે જોકે સૌથી મોટી પરિસ્થિતિ છે જગ્યાની કે જ્યાં આપઘાત માટે તે વ્યક્તિ પણ અંતિમ ઈચ્છા પુરી કરવા માટે જ અહીં આવે છે.. જોકે કેટલાક કિસ્સામાં આપઘાત માટે આવેલા લોકોને બચાવી લેવામાં આવ્યા ની ઘટના ઓ બની છે જોકે અહીં આપઘાત નો રેસોયો સૌથી ઊંચો છે અમદાવાદીઓને ડરાવે છે..

અમદાવાદીઓએ અને મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા આ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરીને અહીં આપઘાત માટે આવતા લોકોને રોકવા જોઈએ જેથી કોઈનો જીવ ન જાય અથવા તો કોઈ આવી માનસિક સ્થિતિમાંથી પસાર થઈને આવે તો તેને રોકવા માટે કે પોતાનો નિર્ણય બદલવા માટે કોઈ એવી વસ્તુ કે સ્લોગન કે પછી એવા બેનર અને પોસ્ટર લગાવી શક્ય છે જેથી આપઘાત માટે આવનાર નું હૃદય પરિવર્તન થાય અને કોઈનો જીવ જતો અટકાવી શકાય 

Related News