કોવિડ વેકસીનેશનના બીજા તબક્કામાં ભાવનગર જિલ્લાના 4700 થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જોડાયા

SAURASHTRA Publish Date : 02 February, 2021 08:08 AM

કોવિડ વેકસીનેશનના બીજા તબક્કામાં
ભાવનગર જિલ્લાના 4700 થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જોડાયા


ભાવનગર

 ભાવનગર જિલ્લામાં કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો જિલ્લાવ્યાપી પ્રારંભ થયેલ છે.જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 1,000 પોલીસ કર્મચારીઓ તેમજ નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોમાં 3700 થી વધુ કોવિડ ફ્રન્ટલાઈન વર્કર્સ કોવિડ વેકસીનેશન લેવાં જોડાયાં હતા.જેમાં જિલ્લાના ભાવનગર તાલુકામાં 935, ઘોઘા ખાતે 81, તળાજા ખાતે 530, મહુવા ખાતે 465, જેસર ખાતે 18, પાલીતાણા ખાતે 603, ગારીયાધાર ખાતે 359, વલ્લભીપુર ખાતે 255, ઉમરાળા ખાતે 141 તેમજ સિહોર ખાતે 354 સહિત કુલ 3741 મહેસુલ વિભાગ, પોલીસ, પંચાયત વિભાગ સહિતના વિભાગોના ફ્રન્ટ લાઈન વર્કર્સે કોવિડ વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ભાવનગરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ખાતે આજે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા,રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લા જેલ અધિક્ષકશ્રી મકવાણા, હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી શંભુસિંહ સહિતના અધિકારીશ્રીઓએ વેકસીન લીધી હતી.જ્યારે જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીશ્રી તથા મામલતદારશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ લગત વિસ્તારોમાં કોવિડ વેકસીન લઈ રસીકરણ અભિયાનમાં જોડાયાં હતા.

કોવિડ વેકસીન લીધાં બાદ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વેકસીનેશનના બીજા તબકકામાં આજે મારા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓએ આ વેકસીન લીધી છે. આ કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની એકદમ સુરક્ષિત વેકસીન છે.આજે 4700 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને આ વેકસીન આપવા માટેનું જિલ્લાવ્યાપી આયોજન હાથ ધરાયુ છે.જેમાં તબક્કાવાર મહેસુલ તથા પંચાયતના કર્મીઓને પણ આવરી લેવામાં આવશે.તેમ જણાવી જિલ્લાના તમામ નાગરિકોને પણ જ્યારે તેમનો ક્રમ આવે ત્યારે અચૂક આ કોવિડ વેકસીન લેવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

Related News