અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઘર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા જાડેજા) દ્વારા હોમગાર્ડઝ દળ અમરેલીના અઘિકારીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયું

SAURASHTRA Publish Date : 26 January, 2021 03:36 PM

અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઘર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા જાડેજા) દ્વારા
હોમગાર્ડઝ દળ અમરેલીના અઘિકારીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયું

કૌશિક વાજા ,ભાવનગર

 ૨૬-જાન્યુઆરી-૨૦૨૧ના રોજ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઘર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) દ્વારા હોમગાર્ડઝ દળ અમરેલીની મુલાકાત લેવામાં આવી આ તકે હોમગાર્ડઝ દળ અમરેલીના માન.મુખ્યમંત્રીશ્રીના મેડલ મેળવનારઅઘિકારીશ્રી પી.એમ.પિલુકીયા (વર્ષ-૨૦૨૧) તથા શ્રી જે.ટી.ખુમાણ (વર્ષ-૨૦૨૦)નાઓને માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે મોમેન્ટ આપી સન્માનીત કરાયા. 
    આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા ઘારી-બગસરાના ઘારાસભ્યશ્રી જે.વી.કાકડીયા  તથા અન્ય ૫દાઘિકારીઓ તથા જિલ્લા કમાન્ડન્ટશ્રી અશોક જોષી તથા જિલ્લા હોમગાર્ડઝ દળના માનદ અઘિકારી સર્વશ્રી મહેતા, શ્રી શેખવા, યુનિટ અઘિકારીશ્રી કાર્તિક ભટ, શ્રી શરદ સા૫રીયા તથા શ્રી જીતેન્દ્ર દવે તથા અમરેલી યુનિટના એન.સી.ઓ. તથા જવાનો હાજર રહેલ. 
    કોરોના કાળમાં હોમગાર્ડઝ દળની સેવાની માન.સાંસદશ્રીએ પ્રસંશનીય કામગીરીની નોંઘ લીઘી. સમગ્ર કાર્યક્મનું સફળ સંચાલન શ્રી પ્રવિણ સાવજ (SPC)નાઓએ કરેલ.  

Related News