છેલ્લા એક દાયકાથી ભાગેડુ આરોપીઓ ઝડપાયા : પોલીસને મળી સફળતા

SAURASHTRA Publish Date : 07 February, 2021 07:10 PM

*એક દસકા જેટલા લાંબા સમયથી અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા ૦૩ આરોપીઓને પકડી પાડતી ઘોઘારોડ પોલીસ ટીમ..*

*👮🏻‍♂️ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી આશીષકુમાર ભાટીયા સાહેબનાઓએ તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૦૯/૦૨/૨૦૨૧ દરમ્યાન ગુજરાત રાજયમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ ડ્રાઇવ સબબ ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબની વધુમાં વધુ આવા આરોપીઓ પકડી પાડવા સખ્તમાં સખ્ત સુચના થતા..👮🏻‍♂️*

ઉપરોક્ત ગુજરાત રાજયના ડી.જી.પી. સાહેબએ આપેલ ડ્રાઇવ અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી ના સીધા માર્ગદર્શન મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તાબાના ડી સ્ટાફના માણસો તથા બોરડીગેટ, ઘોઘાસર્કલ પોલીસ ચોકી તથા રૂપાણી પોલીસ ચોકીની અલગ અલગ ટીમો બનાવી ગુજરાત રાજયમાંથી આરોપીઓને શોધી લાવવા સમજ કરતા..
(૧) ડ્રાઇવ મુજબ નાસતા ફરતા આરોપીને શોધવા માટે હેડ કોન્સ. વાય.એન.જાડેજા તથા પોલીસ કોન્સ. દશરથસિંહ બાબભા તથા પોલીસ કોન્સ. રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ ટેમુભા તથા પોલીસ કોન્સ. અજયસિંહ ચંદ્રસિંહની ટીમ અમદાવાદ તરફ હતી ત્યારે *પોલીસ કોન્સ. રાજેન્દ્રભાઇ ભલાભાઇ આહીરને* મળેલ ખાનગી હકિકત આધારે ભાવનગર શહેર, ઘોઘારોડ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૨૪/૨૦૦૯, જુગારધારા કલમ-૦૪, ૦૫ મુજબના કામે *છેલ્લા અગીયાર વર્ષથી નાસતો ફરતો આરોપી આશીષ ઉર્ફે અંબીકા પારસમલભાઇ બોકડીયા/મારવાડી, ઉવ.૩૮, રહે.ફલેટ નં.૦૫, ગીરીરાજ એપાર્ટમેન્ટ, અમદાવાદવાળો કલોલ ખાતે પોતાની લોખંડની ફેકટરીમાં હાજર છે* જેથી તરત જ ત્યા પહોંચી તેને તેની ફેકટરી ખાતેથી હસ્તગત કરી ભાવનગર શહેર લાવી ગુન્હાના કામે અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.  

(૨) આસી. સબ ઈન્સ. કે.ડી.ગોહિલ તથા હેડ કોન્સ. ભરતભાઇ પરમાર તથા પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. નીલેશભાઇ અનીલભાઇની ટીમ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી ત્યારે *આસી. સબ ઈન્સ. કે.ડી.ગોહિલને* મળેલ ખાનગી હકિકત આધારે ભાવનગર શહેર, ઘોઘારોડ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૧૭૩/૨૦૦૮, વેચાણવેરા અધીનીયમ ૨૦૦૩ ની કલમ-૮૫(૨) મુજબના કામે *છેલ્લા બાર વર્ષથી નાસતો ફરતો આરોપી રીયાઝહુસૈન બરકતઅલી તળાજાવાળા, ઉવ.૫૩, રહે.એ/૧૪, ગ્રાઉન્ડ ફલોર, ફ્રેન્ડસ કોલોની, ફેઇઝ સોસાયટી, ન્યુ હોલરોડ, કુર્લા (વેસ્ટ) મુંબઇવાળો પોતાના સસુરાલ શીશુવિહાર ખાતે આવેલ છે* જેથી તરત જ ત્યા પહોંચી તેને તેના સસરાના ઘરેથી હસ્તગત કરી ભાવનગર શહેર લાવી ગુન્હાના કામે અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.

(૩) આસી.સબ ઇન્સ. જે.જે.સરવૈયા તથા પોલીસ કોન્સ. કેવલભાઇ આહીર તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ જશુભાની ટીમ તારાપુર તરફ હતી ત્યારે *આસી. સબ ઇન્સ. જે.જે.સરવૈયાને ઇન્પુટ મળેલ કે* ભાવનગર શહેર, ઘોઘારોડ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નં.૯૭/૨૦૦૭, પ્રોહી. કલમ-૬૬(બી), ૬૫(એ.ઇ), ૮૧, ૮૩, વિ. મુજબના કામે *છેલ્લા તેર વર્ષથી નાસતો ફરતો આરોપી કમલેશ મીઠાલાલભાઇ ખત્રી/મારવાડી, ઉવ.૩૮, રહે.શીવરામ પાટીનગર, સુરત ધુલીયા હાલવે, નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર મુળ-કલાલવાડી વિસ્તાર, તા.જી.રાજસમન, રાજસ્થાનવાળો વાસદ પોલીસ સ્ટેશનના ગુન્હા સબબ આણંદ સબ જેઇલમાં હાજર છે* જેથી તરત જ ભાવનગરની નામદાર કોર્ટ ખાતેથી તેનું ટ્રાન્સફર વોરંટ કઢાવી તેને આણંદ સબ જેઇલ ખાતેથી હસ્તગત કરી ભાવનગર શહેર લાવી ગુન્હાના કામે અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.

Related News