કાલે જિલ્લા પંચાયત,તાલુકા,નગરપાલિકા માટે મતદાન : પોલીસ સજ્જ

BREAKING NEWS Publish Date : 27 February, 2021 12:49 PM

રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠક માટે આવતી કાલે મતદાન યોજાનાર છે... જિલ્લાના સંવેદનશીલ મથકો ઉપર ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચ કરવામાં આવી છે.. તેમજ અટકાયતી પગલાંઓ પણ લેવામાં આવ્યા છે.... જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં શાંતિ પૂર્વક મતદાન થાય એ માટે તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે

રાજકોટ જિલ્લાના 1146 મતદાન બુથ પૈકી 396 સંવેદનશીલ મતદાન કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે..

તો ચૂંટણી માટે 8000થી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો છે....

જિલ્લાના અલગ અલગ તાલુકા મથક ઉપર 658 બિલ્ડીંગોમાં મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે...

બલરામ મીનાએ ઉમેર્યું કે રાજકોટ જિલ્લામાં ચૂંટણી માટે 3000 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.....


રાજકોટ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 9,41,457 છે.....
જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો,જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાને છે....ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લામાં 5574 શખ્સો સામે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે.... સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ કુલ 10 સ્થળોએથી EVM ડીસ્પેચ અને રિસીવિંગ થશે...અને આ 10 સ્થળો પર 2 માર્ચે મતગણતરી થશે...

Related News