ભારતમાં મળ્યો 1600 ટન લિથિયમનો ભંડાર :ભારતની ચીન ઉપરની નિર્ભરતા ઓછી થશે 

BUSINESS Publish Date : 11 January, 2021 09:04 PM

ભારતમાં મળ્યો 1600 ટન લિથિયમનો ભંડાર :ભારતની ચીન ઉપરની નિર્ભરતા ઓછી થશે 

 

ન્યૂઝ ડેક્સ 

ભારતને લિથિયમ ને લઈને મોટી સફળતા મળી છે , કર્ણાટકમાં ભારતને લિથિયમનો 1600 ટન નો મોટો ભંડાર મળ્યો છે .. કર્ણાટકમાં આવેલા મારલગાલ અને અલલાપતાના ના વિસ્તારમાં લિથિયમ નો મોટો ભંડાર મળ્યો છે , જે ભારતની લિથિયમ બેટરી માટે ખુબ જ મહત્વનો છે .. લિથિયમ બેટરીની મોટાભાગની જરૂરિયાત ચીનથી આયાત કરવામાં આવે છે ગત વર્ષે ભારતે અંદાજિત 2100 કરોડથી વધુની કિંમતની લિથિયમ બેટરી ચીનથી આયાત કરી હતી તો એ પહેલા ભારતમાં ચીનથી 5200 કરોડ થી વધુની બેટરી આયાત કરવામાં આવી હતી જોકે ચીન લિથિયમ બેટરી નો સૌથી મોટો નિર્યાતક છે અને ભૂગર્ભ માંથી લિથિયમનું દોહન કરે છે ચીન ઉપરાંત ઓસ્ટ્રેલિયા-ચીલી-યુરોપના કેટલાક દેશોમાં લિથિયમનો મોટો ભંડાર છે જોકે આ વખતે કર્ણાટકમાં ભારતે કરેલી ખોજથી મોટી રકમનું વિદેશી હુંડીયામણ ભારતનું બચી શકે છે લિથિયમ બેટરી માત્ર મોબાઈલ પૂરતી જ સીમિત નથી તે સ્પેસ માટે પણ એટલી જ જરૂરી છે અને એલન મસ્ક જે દુનિયાના સૌથી ટોચના ધનપતિ છે એ પણ લિથિયમ ભંડાર માટે અમેરિકામાં મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે કારણ કે તેના સ્પેસ પ્રોગ્રામ માટે લિથિયમ બેટરી જરૂરી છે અને તે હાલ આ માટે કાર્યરત છે જોકે ભારત માટે આત્મનિર્ભર મામલે લિથિયમ નો ભંડાર ખુબ જ જરૂરી છે 

Related News