5 દિવસમાં 5000 કારનું થયું બુકીંગ, સસ્તી એસયુવી કાર લેવા માટે પડાપડી 

BUSINESS Publish Date : 13 December, 2020 09:06 AM

ઓટો ન્યૂઝ અપડેટ 

 
5 દિવસમાં 5000 કારનું થયું બુકીંગ, સસ્તી એસયુવી કાર લેવા માટે પડાપડી 
 
ભારતના કાર બજારમાં નિશાન ની મેગ્નેટ કાર ધમાકો મચાવી રહી છે, માત્ર 5 દિવસમાં જ 5000 કારનું બુકીંગ થયું છે,...એસયૂવીને લઈને ભારતીયોમા ભારે ક્રેઝ છે, અને એટલે જ માત્ર 5 દિવસમાં સસ્તી  સેગમેન્ટમાં નવી જ લોન્ચ થયેલી નિશાનની મેગ્નેટ નું બુકીંગ થયું છે મેગ્નેટ માટે જ 50 હજારથી વધુ લોકોએ ઈન્કવાયરી કરી હોવાનું સામે આવ્યું છે  
 
નિશાનની એસયુવી મેગ્નેટની દિલ્હી એક્સ શો રૂમ કિંમત જાણો 
 
ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવેલી એસયુવી સેગ્મેન્ટની સસ્તી કાર મેગ્નેટને દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત 9.59 લાખ છે , વધુને વધુ ટોપ વેરિએન્ટ બુકીંગ થયાનું નોંધાયું છે , મેગ્નેટ ની શરૂઆતી કિંમત 4.99 લાખ છે જે 5 લાખ આસપાસના બજેટ ધરાવનારા કાર ચાહકો માટે અનુકૂળ આવી શકે છે 
 
નિશાન કમ્પનીએ મેગ્નેટ નું બુકીંગ માત્ર 11000 રૂપિયામાં શરૂ કર્યું હતું અને માત્ર 4.99 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતમાં બુકીંગ લીધું હતું અને તેને લઈને ભારતીય એસયુવી કાર ચાહકોમાં ભારે ક્રેઝ છવાયો હતો અને બુકીંગ પણ જોરદાર મળ્યું છે 
 
 

Related News