વર્ષ 2021માં સોના ચાંદીમાં કેવું રહેશે વર્ષ : કેટલું મળી શકે છે વળતર

BUSINESS Publish Date : 03 January, 2021 02:58 PM

વર્ષ 2021માં સોના ચાંદીમાં કેવું રહેશે વર્ષ : કેટલું મળી શકે છે વળતર

 

રાજકોટ 

વર્ષ 2020 માં સૌથી વધુ રિટર્ન સોનાએ આપ્યું છે , વર્ષના પ્રારંભ સમયે સોનુ 10 ગ્રામના 38000 રૂપિયા આસપાસ ટ્રેન્ડ કરતુ હતું જોકે કોરોના ને પગલે રોકાણમાટે ટ્રેન્ડ બદલાયો હતો અને વર્ષના અંત સુધીમાં સોનુ 38000 થી વધીને 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામે ટ્રેન્ડ કરી રહ્યું છે જોકે એક તબક્કે સોનુ 56000 સુધી પહોંચી ગયું હતું , આ વર્ષે સોનામાં અને ચાંદીમાં કેવો માહોલ રહશે અને તેલુ ઊંચું જય શકે છે સોનુ એ જાણીએ આ રિપોર્ટમાં 

 

વૈશ્વિક બજારમાં રોકાણકારો માટે સૌથી વધુ સુરક્ષિત સોનુ માનવામાં આવે છે , અને એટલા માટે જ જયારે જયારે શેરબજાર અને ડોલરમાં મોટી વધઘટ થાય છે ત્યારે ત્યારે સોનામાં રોકાણ માટેનો ટ્રેન્ડ પોઝિટિવ થાય છે , છેલ્લા 40 વર્ષથી આ સ્થિતિ સતત જોવાઈ રહી છે , વર્ષ 1990 થી ટ્રેન્ડ ઉપર નજર કરીયે તો સોનામાં સતત વધારો જ જોવાયો છે , એક તબક્કે ભારતમાં સોનુ પ્રતિ 10 ગ્રામના માત્ર 5500 નો ભાવ હતો જે તબક્કાવાર રૂપથી વધીને અત્યારે 52000 સુધી પહોંચ્યો છે , સોનાએ સતત સારું અને ઊંચું રીરત્ન આપ્યું છે , જોકે છેલ્લા 10 વર્ષમાં સોનામાં આવેલા ભાવ વધારા પાછળ વૈશ્વિક કારણો સાથે લોકો માટે રોકાણ માટેનું સૌથી સુરક્ષિત રોકાણ ગણાયું છે , વર્ષ 2014 ની વાત કરીયે તો સોનુ પ્રતિ 10 ગ્રામ 33000 સુધી પહોંચ્યું હતું ત્યારે પણ બુલિયન બજારના પંડિતોએ જણાવ્યું હતું કે ધીમા ઘટાડા સાથે સોનુ 25500 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે જે પહોંચ્યું હતું જોકે સોનાએ ફરી એક વખત ઊંચી ઉડન ભરી અને સોનામાં ભાવ વધારો થતા સોનુ 32000 સુધી પ્રતિ 10 ગ્રામે ટ્રેન્ડ થતું હતું જોકે બજારમાં સતત બદલાતી પરિસ્થિતિ અને ધીમે ધીમે રોકાણના ટ્રેંડમાં સોનુ સૌથી સુરક્ષિત રોકાણ તરીકે ફરી એક વખત ઉભરી આવતા સોનુ 32000 થી વધીને 38000 સુધી અને વર્ષ 2020 માં સોનુ 55000 પ્રતિ 10 ગ્રામ સુધી બોલાયું હતું જોકે હવે વર્ષ 2021માં પ સોનાની ચમક યાથવત રહેવાના સંકેત મળી રહયા છે 

 

અમેરિકામાં 900 અબજ ડોલરના રાહત પેકેજને લઈને રોકાણકારોએ ફરી એક વખત સોનામાં રોકાણ કરવાનું નક્કી કર્યું અને સોનુ ફરી તેજીના ચળકાટ દર્શાવવા લાગ્યું આ વર્ષે પણ સોનુ 55000 થી લઈને 60000 પ્રતિ 10 ગ્રામ સુધી જય શકે છે 

Related News