સૌરાષ્ટ્રમાં એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો:ગરમ કપડાની ડિમાન્ડ પણ વધવા લાગી

GUJARAT Publish Date : 18 November, 2020 01:24 AM

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે , શહેરમાં વહેલી સવારે લઘુતમ તાપમાન ઘટીને 14 ડિગ્રી સુધી નોંધાયું છે, તો વધુમાં વધુ તાપમાન 29 ડિગ્રી સુધી નોંધાયું છે, જોકે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના શહેરોમાં તાપમાનનો પારો એકંદરે 20 ડિગ્રીની અંદર ઉતારી ગયો છેવહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડા અને સૂકા પવનની અનુભૂતિ લોકોને થઇ રહી છે, મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાને પગલે લોકો ગરમ કપડાં અને ગરમ પીણાનો વધુને વધુ ઉપયોગ કરતા થઇ ગયા છે, રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાનમાં હજુ ઘટાડો થવાનો છે , હિમાચલીય ક્ષેત્રમાં બરફ વર્ષા અને કાશ્મીરમાં થયેલા ભારે હિમપાતને પગલે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું લખલખું વ્યાપી જશે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટબન્સ ને પગલે પણ એકાએક ઠંડીમાં વધારો થવાનો છે , આ વર્ષે શિયાળો આકરો અને લમ્બો રહેવાની વાત હવામાન વિભાગ આગવું જણાવી ચૂક્યું છે ત્યારે વધુ આકરા અને ઠંડા સિવસો માટે તૈયાર રહેવા માટે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે , ઠંડી વધવા સાથે ગરમ કપડાની ડિમાન્ડ પણ વધવા લાગી છે એકાએક લોકને ગરમ સ્વેટર અને જેકેટ તેમજ ટોપી અને મફલર નો ઉપયોગ શરૂ કરવો પડ્યો છે , જોકે તાપણા કરવા પડે તેવી ઠંડી પડતા પડતા ડિસેમ્બર શરૂ થઇ જશે અને ડિસેમ્બર મહિનામાં ભયંકર અને કાતિલ ઠંડી પડે તો નવાઈ પામવા જેવું નહિ રહે

Related News