ગુજરાત કોંગ્રેસની બીજી યાદીમાં કોના કોના નામો ?

RAJKOT-NEWS Publish Date : 02 February, 2021 07:06 PM

 

પ્રદેશ કોંગ્રેસની બીજી યાદીમાં દિગ્ગજ નેતાઓના હશે નામ ;ડાંગર,સાગઠીયા,રાજાણી,વાઘેલાનો થઇ શકે છે સમાવેશ 

રાજકોટ

પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મહાપાલિકાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડીને પહેલો ઘા રાણાનો લગાવી દીધો છે , રાજકોટ મહાપાલિકા માટે 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી 11 ને રિપીટ કરવામાં આવ્યા છે તો બાકીના 50 નામોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે , જેમાં પહેલું નામ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરનું છે , અશોક ડાંગર ઉપરાંત પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, અતુલ રાજાણી,ગાયત્રીબા વાઘેલાના નામો પ્રથમ શ્રેણીમાં આવશે તેવી ચર્ચા છે તો બીજી યાદીમાં મહિલા કોંગ્રેસ અગ્રણી મનીષા બા વાળા, પાટીદાર સમાજના યુવા ચહેરા, લઘુમતી સમાજના આગેવાન અને ઇન્દ્રનીલ રાજગૃરુના સમર્થક તેમજ અન્ય ત્રણ થી ચાર નામોનો સમાવેશ થઇ શકે છે , પહેલી યાદીમાં પાર્ટીમાં જોવા મળેલી શિસ્ત અને શાંતિ કદાચ બીજી યાદીમાં ખોરવાઈ શકે છે પરંતુ આ વખતે નવાજ પ્રકારની રણનીતિ જોવા મળી છે જેને લઈને કોંગ્રેસ મહાપાલિકા માટે ઉમેદવારની પસંદગી માટે સિરિયસ હોવાનું જણાઈ રહ્યું છે 

Related News