ભારતમાં કોરોના વેક્સીન ફ્રી માં મળશે કે પૈસા આપવા પડશે ? 130 કરોડ લોકો ચકરાવે ચડ્યા !

TOP STORIES Publish Date : 02 January, 2021 09:47 PM

ભારતમાં કોરોના વેક્સીન ફ્રી માં મળશે કે પૈસા આપવા પડશે ? 130 કરોડ લોકો ચકરાવે ચડ્યા !

ન્યૂ દિલ્હી 

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે સૌથી મહત્વના સમાચાર વેક્સિનને લઈને છે દેશમાં સીરમ બાદ સાંજે ભારત બાયોટેકની વેક્સિનને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે જોકે અહીં વેક્સીન ને લઈને નહિ પરંતુ વેક્સીન ની કિંમત ને લઈને દેશભરમાં સવાલ ઉઠી રહ્યા છે સવાલ કિંમત ને લઈને છે કારણ કે દેશના કેન્દ્રીય સ્વસ્થ મંત્રી ડો હર્ષવર્ધન દ્વારા પહેલા તમામ ને ફ્રી વેક્સીન આપવાની વાત કરી ને વાહ વાહ લૂંટી લીધી હતી જોકે કલાકોમાં જ આ વેક્સીન અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે વેક્સીન ફ્રન્ટલાઈન વોરિયર ને પહેલા ફ્રી આપવામાં આવશે અન્ય લોકોને કેવી રીતે આપવામાં આવે તે અંગે પીએમ નરેન્દ્ર મોદી નક્કી કરશે આ પ્રકારના નિવેદન ને લઈને દેશની 130 કરોડ જનતા જાણે ગોટાળે ચડી ગઈ હોઈ તેવું અનુભવી રહ્યા છે કારણ કે વેક્સીન ફ્રી આપવાની કે તેના પૈસા વસુલ કરવાના અને વસુલ કરવાના તો કેટલા પૈસાની વેક્સીન લોકો ખરીદી કરીને લગાવે એથી પણ વધુ મહત્વનું એ છે કે વસેલા કોને મળશે ,આ સવાલ એ દેશવાસીઓને મૂંજવી દીધા છે મૂંઝવણ એનાથી પણ વધુ એ વાતને લઈને થઇ છે કે શું કેન્દ્રીય મંત્રી ડો હર્ષવર્ધન મીડિયા ને આપેલા નિવેદનમાં જુઠ્ઠું બોલ્યા હતા કે કબધ ને ફ્રી આપવામાં આવશે કે તેઓથી બોલાઈ ગયું .. વેક્સીન મામલે ડો હર્ષવર્ધન નું નિવેદન આવ્યું એ સંદર્ભે સવાલ એટલા માટે પૂછવામાં આવ્યો હતો કેમ કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીવાસીઓને કોરોના ની વેક્સીન ફ્રી આપવાનું એલાન કરી દીધું હતું અને જણાવ્યું હતું કે દિલ્હીના દરેક નાગરિક ને કોરોના ની વેક્સીન નિઃશુલ્ક મળશે જોકે દિલ્હીના રાજકારણ માં પોતાની લીટી લાંબી કરવા માટે નિવેદન આપ્યા બાદ દેશની 130 કરોડની વસ્તીને નિઃશુલ્ક વેક્સીન કેમ આપવી એ મામલે કેન્દ્રીય મંત્રી ચકરાવે ચડી ગયા હોય તેવું લાગી રહ્યું છે જોકે વેક્સીન ક્યારે અને કેવી રીતે મળશે સૌથી પહેલા કોને કોને આપવામાં આવશે તે મામલે આખરી ગાઇડલાઇન આવે તેની રાહ દેશની 130 કરોડ જનતા જોઈ રહી છે                  

Related News