દેશભરમાં 12 અથવા 13 તારીખથી કોરોના વેક્સિનેશન ;પીએમ મોદી દેશભરના સીએમ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે 

NATIONAL NEWS Publish Date : 08 January, 2021 10:12 PM

દેશભરમાં 12 અથવા 13 તારીખથી કોરોના વેક્સિનેશન;પીએમ મોદી દેશભરના સીએમ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે 

નવીદિલ્હી 

દેશભરમાં 8 જાન્યુઆરીના સફળ કોરોના વેક્સીન ડ્રાઈરન બાદ હવે વેક્સિનેશનની તૈયારી શરૂ થઇ છે, દેશભરમાં વેક્સિનેશ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક 11 જાન્યુઆરીએ યોજનાર છે, બપોરે 4 કલાકે દેશના તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક બાદ દેશભરમાં 12  અથવા 13 તારીખના રોજ વેક્સિનેશન શરૂ કરવામાં આવી શકે છે.. દેશભરમાં વેક્સિનેશન પહેલા મોકડ્રિલના ભાગરૂપે વેક્સિનેશન માટે 2 ટ્રાયલ રન કરવામાં આવ્યા હતા, હવે સંપૂર્ણ રૂપથી વેક્સિનેશન કરવામાં આવશે... દેશભરમાં સૌથી પહેલા ફ્રન્ટલાઈન વોરિયરને કોરોના વેક્સીન આપવામાં આવનાર છે જેમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સનો સમાવેશ થઇ રહ્યો છે ત્યાર બાદ સુરક્ષા કર્મીઓ અને સફાઈ કામદારોનો સમાવેશ થશે... ત્યાર બાદ પોલીસ કર્મીઓનો ટર્ન આવશે એટલું જ નહિ કોરોના વેક્સીન 50 વર્ષથી વધુ ઉંમરના દેશના તમામ વડીલોને આપવામાં આવશે 

Related News