રાજકોટ હજુ કેટલા અંગ્નિકાંડ થશે ; હોસ્પિટલોમાં બહાર નીકળવાનો બીજો રસ્તો જ નથી છતાં NOC આપી દેવાયું !

GUJARAT Publish Date : 28 November, 2020 10:10 AM

રાજકોટ હજુ કેટલા અંગ્નિકાંડ થશે ; હોસ્પિટલોમાં બહાર નીકળવાનો બીજો રસ્તો જ નથી છતાં NOC આપી દેવાયું !

 

સ્ટેનલેસ સ્ટીલની સંવેદના વાળું તંત્ર : લોકોના મોત છતાં નથી સુધારતા બાબુઓ 

 

Rajkot

રાજકોટ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં આગની  ઘટના બાદ ફાયર વિભાગ દ્રારા ફરી તેમજ સાથે  PGVCLઅને આરોગ્ય વિભાગની ટિમ તપાસ હાથ ધરવામાં આવી હતી, હોસ્પિટલોમાં ચેકીંગને પગલે અનેક ક્ષતિઓ સામે આવી અનેક હોસ્પિટલમાં એક્સીટના બીજા રસ્તા નથી છતાં NOC અપાયાનું ખુલ્યું

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારની રાત્રે ICU વોર્ડમાં આગ લાગતા કોરોનાના પાંચ દર્દી ભડથું થઈ ગયા હતા. ઘટનાના 48 કલાક બાદ રાજકોટ ફાયર વિભાગ જાગ્યું છે અને કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યુ છે. ચેકિંગ દરમિયાન શહેરના કરણસિંહજી રોડ પર આવેલી હોપ કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આ હોસ્પિટલમાં આવવા-જવા માટે માત્ર એક જ દરવાજો છે. રસ્તા પર જનરેટર અને ઓક્સિજનના બાટલા પડ્યા હોવાથી રસ્તો પણ સાંકડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત શહેરની સેલસ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.PGVCLની તપાસમાં હોપ કોવિડ હોસ્પિટલમાં વાયરિંગ ખૂબ જ પાતળા હોવાનો ખુલાસો થયો છે. ટીપી શાખાના અધિકારીઓ તપાસમાં જોડાય તો પ્લાન મુજબ હોસ્પિટલની સુવિધા છે કે કેમ તે વાસ્તવિકતા સામે આવી શકે તેમ છે

 

Related News