અમદાવાદ પોલીસે ફાયરિંગ કરીને 2 લૂંટને અંજામ આપનાર લૂંટારુ ગેંગને દબોચી લીધી 

BREAKING NEWS Publish Date : 06 January, 2021 08:35 PM

અમદાવાદ પોલીસે ફાયરિંગ કરીને 2 લૂંટને અંજામ આપનાર લૂંટારુ ગેંગને દબોચી લીધી 
 

અમદાવાદ

શહેરના કૃષ્ણનગર અને નિકોલમાં જાહેરમાં ધડાધડ ફાયરિંગ કરી ઉપરાછાપરી બે લૂંટની ઘટનાને અંજામ આપી વેપારીઓમાં દહેશત ફેલાવનાર લૂંટારું ગેંગને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધી હતી.

અમદાવાદમાં રહેતા ત્રણ સહિત ગેંગના પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા છે.જ્યારે લૂંટની ઘટનાને અંજામ આપતી વખતે માઉઝર ગનથી ધડાધડ ફાયરિંગ કરનાર મુખ્ય સૂત્રધાર સુધીર ફૌજી સહિત ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે.

પોલીસ તપાસમાં પકડાયેલા પાંચમાંથી બે મિત્રને લાખો રૂપિયાનું દેવું થઈ જતા બન્નેએ પૈસા મેળવવા એમ.પી.ના ઇટાવા અને મહારાષ્ટ્રના મુંબઈથી માણસો બોલાવી લૂંટ કરવા માટે ગેંગ તૈયાર કરી હતી

Related News