દેવભૂમિ દ્વારકા સુદામા સેતુ બ્રિજ બપોરે પણ ચાલુ રહેશે :યાત્રાળુઓને લઈને લેવાયો નિર્ણય 

GUJARAT Publish Date : 21 January, 2021 10:20 PM

દેવભૂમિ દ્વારકા સુદામા સેતુ બ્રિજ બપોરે પણ ચાલુ રહેશે :યાત્રાળુઓને લઈને લેવાયો નિર્ણય 

 

દેવભૂમિ દ્વારકા 

દેવભૂમિ દ્વારકાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે , દેવભૂમિ દ્વારકા ખાતે સુદામા સેતુને બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે .. આજ સુધી સુદામા સેતુને સવારે અને સાંજે નિયત સમયે ચાલુ રાખવામાં આવતો હતો પરંતુ યાત્રાળુઓ ના સત્તા આવતા પ્રવાહ અને જરૂરિયાતને ધ્યાને લઈને હવે સુદામા સેતુને બપોરે પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે જેથી બપોરના સમયે પણ સુદામા સેતુનો લાભ લઇ શકે.. દેવભૂમિ દ્વારકા ખાતે સુદામા સેતુમાંથી પસાર થઈને જ્યાં પાંડવો માટેના બનેલા પાંચ કુવાઓ અને ઋષિ ગુફા સહિતના ધાર્મિક સ્થળો આવેલા છે જેનો લાભ દ્વારકા ખાતે આવતા શ્રદ્ધાળુઓ લેતા રહે છે.. ઉલ્લેખનીય છે કે આ સ્થાળને પંચમ તીર્થ પણ કહેવામાં આવે છે અહીં સમુદ્ર હોવા છતાં અહીંના પાંચ કુવાઓમાં મીઠું પાણી આજે પણ લોકોને સત નો સાક્ષાત્કાર કરાવે છે 

Related News