દ્વારકામાં કરોડોના વિકાસના કામો પર બુલડોઝર ફેરવાયું

GUJARAT Publish Date : 23 January, 2021 10:00 PM

દ્વારકામાં કરોડોના વિકાસના કામો પર બુલડોઝર ફેરવાયું

દેવભૂમિ દ્વારકા 

દ્વારકામાં કરોડોના વિકાસના કામો પર બુલડોઝર ફેરવાયું હતું વર્ષ 2011 માં દ્વારકામાં પ્રવાસન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે પથવે બનાવામાં આવ્યો હતો કરોડોના ખર્ચે બનેલા કામો હાલમાં નબળા પણ પડવા લાગ્યા હતા અમુક પીલ્લોરો પડવાની ઘટના પણ બની હતી જેને લઈ આજે દ્વારકામાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના થોડા જ વર્ષ પહેલાં કલાત્મક પીલ્લોરો બનાવી વિકાસના કામો કરાયા હતા ત્યારે થોડાજ વર્ષોમાં આ કામો જર્જરિત બની જતા હોય તો ખરેખર કામ કરતી એન્જસીઓ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવવા જોઈએ ગોમતીઘાટ કિનારે આવેલા કલાત્મક પીલ્લારોને તોડી પડવાની કામગીરી શરૂ  કરાઈ છે પોલીસ અને અધિકારીઓ ની હાજરીમાં તમામ ડીમોલેશન હાથ ધરાયુ હતું પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન ગોમતીઘાટ કિનારા  વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અણધડ વિકાસ ના આયોજનોના કારણે કરોડો રૂપિયાના ધુમાડા થયા છે  પ્રજાના પૈસા ફરી વેડફાયા હોઈ તેવો ઘાટ અહીં જોવા મળ્યો છે દ્વારકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે ત્યારે હવે નક્કર  આયોજન સાથે કામ કરવાની જરૂર છે આમજ પ્રજાના પૈસા થોડા જ વર્ષોમાં ધૂળમાં મળી જાય એ વ્યાજબી નથી કામ પ્લાનીંગથી થતા ન હોઈ કામ કરે અને તોડે આજ ચાલ્યું તો પૈસાનો ધુમાડો યાત્રાધામ દ્વારકામાં સતત થતો જ રહેશે

 

Related News