ફાયર એનઓસી વગરની કોરોનાની સારવાર આપતી હોસ્પિટલ સીલ થશે : કોર્પોરેશન 

RAJKOT-NEWS Publish Date : 23 December, 2020 10:20 AM

ફાયર એનઓસી વગરની કોરોનાની સારવાર આપતી હોસ્પિટલ સીલ થશે : કોર્પોરેશન 

 

રાજકોટ 

રાજકોટમાં કોરોના ની સારવાર કરતી હોસ્પિટલ માટે ફાયર એનઓસી અને નિયમ મુજબ ની વ્યવસ્થા વગરની હોસ્પિટલો સામે સિલી કરવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરશે તેમ જણાવ્યું છે ફાયર બ્રિગેડના અધિકારી આઈવી ખેરે , ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ગંભીર ક્રાકારની ક્ષતિઓ સામે આવી હતી , ફાયર એનઓસી હોવા છતાં જે નોમ્સ નું પાલન થવું જોઈએ એ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયું નથી એટલું જ નહિ સ્ટાફને પણ ફાયર સાધનોનો ઉપયોગ આવડતો ન હતો આ બધી બાબતોને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આકરી ટિપ્પણી કરીને તંત્રની ધૂળ કાઢી નાખવામાં આવી હતી સ્થાનિક તંત્રના બાબુઓની રેઢિયાળ શાહીથી નિર્દોષ માનવીઓના જીવ જય રહયા છે આ બધી બાબતોને ધ્યાને લઈને હવે ફાયર બ્રિગેડે પણ સુપ્રીમ કોર્ટના ચાબખા બાદ હવે કાયદા મુજબ કાર્યવાહી કરવાની શરૂ કરી છે અને થાબડભાણાં અને લાલીયાવાડી ને બદલે સિલિન કરવા સુધીની ચીમકી આપી છે લબાડ અને લાલીયાવાડી ચાલતા તંત્ર વાહકો માટે સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણીઓ અને દબાણ કામ કરી ગયું છે,...રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગ દ્રારા કરવામાં આવ્યો એક મહત્વપૂર્ણ નિર્ણય NOC વગરની હોસ્પિલ નહીં કરી શકે દર્દીને દાખલ 10માં ફાયરલને NOC લેવાનું કહેવામાં આવશે જોય નહિ લેઇ તો હોસ્પિટલને સિલ કરવામાં આવશે ફાયર દ્રારા  નોટિસ  આપ્યા બાદ કોઈ દર્દી પણ ને નહીં કરી શકે દાખલ

રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે. NOC વગરની હોસ્પિટલોમાં સત્તધિશો દર્દીને દાખલ કરી શકશે નહીં. હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ અનેક હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા અખબાર મારફતે હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે.

 

Related News