ગુલાબી બોલ સાથે પ્રથમ ટેસ્ટ :ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોણ કોણ છે જાણો !

SPORTS Publish Date : 16 December, 2020 03:55 AM

ગુલાબી બોલ સાથે પ્રથમ ટેસ્ટ :ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોણ કોણ છે જાણો !

 
 
ઓસ્ટ્રેલિયા સામે ગાવસ્કર-બોર્ડર ટેસ્ટ શ્રેણીના પહેલા ટેસ્ટ માટે કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં પ્લેઈંગ ઇલેવનની જાહેરાત થઇ છે  પ્લેઈંગ ઇલેવનમાં કપ્તાન વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન,ઉમેશ યાદવ,મોં.શમી,જસપ્રીત બુમરાહ  થયો છે, પૃથ્વી શો તેના ફોર્મ સામે જજુમી રહ્યો છે અને તેને બેટિંગ સમયે શું કરવું તેની શિખામણ પૂર્વ ક્રિકેટરોએ આપી છે,... જોકે ભારતીય ટિમ માટે પૃથ્વી શોનું ફોર્મ જ નહિ પરન્તુ ઓપનિંગ જોડી પણ ચિંતાનો વિષય છે, જોકે ભારતીય ટિમ મેજમેન્ટ દ્વારા આ 11 ખેલાડીઓ ઉપર પસંદગી ઉતારી છે મીડિયા સંબોધનમાં વિરાટ કોહલીએ જણાવ્યું છે કે રણનીતિના ભાગ રૂપે તેઓએ 11 ખેલાડીઓ પસંદ કર્યા છે.. જેમાં ફોર્મમાં આવેલા ઉમેશ યાદવનો સમાવેશ છે સ્પિનની જવાબદારી આર અશ્વિન સંભાળશે, જયારે જશપ્રીત બુમરાહ અને મોં.સામી સ્પેસ એટેક સંભાળશે જયારે રિદ્ધિમાન સાહા વિકેટકિપિંગ સંભાળશે અને તેને પ્રેક્ટિસ મેચમાં મેળવેલું ફોર્મ તેની પસંદગી માટે જવાબદાર માનવામાં આવે છે,.. ગુલાબી બોલ સાથે શરૂ થઈ રહેલા ટેસ્ટ મેચને લઈને કોહલી ખુબ જ ઉત્સાહિત છે

Related News