કેસરકેરીમાં આવ્યો રોગ :આ વર્ષે પણ શું કેસરકેરી ઓછી ખાવા મળશે ?

TOP STORIES Publish Date : 14 February, 2021 10:10 AM

 

કેસરમાં આવ્યો રોગ :આ વર્ષે પણ શું કેસર ઓછી ખાવા મળશે ?

 
કેસરકેરી એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ વર્ષે કેસર કેરના ઝાડ ઉપર સફેદ રોગે દેખા દેતા ખેડૂતોની ચિંતા વધી છે , ન માત્ર ખેડૂતોની ચિંતા વધી છે સાથે સાથે કેસર કેરીના શોખીનોની ચિંતામાં પણ વધારો થયો છે ...મોટાભાગનાં ગીર વિસ્તારમાં કેસરનાં આંબામાં જોરદાર ફલાવરિંગ બાદ સફેદ ફૂગનો રોગ આવતા ખેડૂતો મુકાયા ચિંતામાં.સફેદ ફૂગને લઈ કેસર કેરીનાં પાકને ભારે નુકશાન થવાની શક્યતા જોવાઈ રહી છે... 
 
ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સિઝન ટૂંકમાં આવી રહી છે.તાલાલા અને ગીર આસપાસનાં વિસ્તારોમાં કેસર કેરીનાં બગીચાઓમાં ભારે માત્રામાં ફ્લાવરિંગ થતાં ખેડૂતો ખુશખુશાલ હતા.
 
ભારે વરસાદ અને કમોસમી વરસાદનો ફટકો પડયા બાદ પણ ખેડુતોને નવી આશા હતી કે આ વર્ષ ભારે માત્રામાં કેસરનું ફલાવરિંગ થતા ખેડૂતોમાં ખુશાલી હતી. પરંતુ અચાનક કેસર કેરીનાં આંબા પર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યો છે. 
 
તો સાથે ખાખડી પણ ભારે માત્રામાં ખરી રહી છે.હાલ ગીર અને આસપાસનાં વિસ્તારોમાં સફેદ ફૂગનો રોગ આવતા ખેડૂતોમાં કકળાટ શરૂ થયો છે.ખેડૂતો પોતાનો કેરી નો પાક બચાવવા મથી રહ્યા છે. તો કેરીનાં બગીચાઓમાં ફૂગ નાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે. 
 
બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે દવાનાં છંટકાવથી સફેદ ફૂગનાં રોગને નાશ કરવામાં મદદ મળશે.લાંબા સમયથી ગીરમાં વધારે પ્રમાણમાં વરસાદ કમૌસમી વરસાદ અને હવામાનમાં ફેર બદલને લઈ કેસર કેરીનાં પાકને ભારે અસર થઈ રહી છે. સતત વર્ષ દર વર્ષ કેસરનો પાક ઘટી રહ્યો છે.જેને લઈ કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

Related News