વ્રજમાં આજે ગોવર્ધન પૂજા :જાણો શું છે મહત્વ ગોવર્ધન પૂજાનું 

રાશિફળ Publish Date : 15 November, 2020 05:54 AM

વ્રજમાં આજે ગોવર્ધન પૂજા :જાણો શું છે મહત્વ ગોવર્ધન પૂજાનું 

 
આજે વ્રજની સાથે દેશભરમાં આવેલા કૃષ્ણ મંદિરમાં ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, ગોવર્ધન પૂજા નો પ્રારંભ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે કરાવ્યો હતો , વ્રજવાસીઓ શુભતા માટે ઇન્દ્ર આદિ સેવટાઓની પૂજા કરતા હતા તે સમયે પૂજાની વિધિ અને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા આયોજન સામે ભગવાન શ્રીકૃષ્ણે વિરોધ કરીને સવાલ ઉઠ્યાં હતા, અને ઇન્દ્રનુ મનમર્દન કરવા માટે ગોવર્ધન પૂજા શરૂ કરાવી હતી , એ સમયે ગોવર્ધન પૂજા નવા પાક અને ઉત્પાદન નું દેવતાઓને સમર્પિત કરવા માટે વિશેષ યજ્ઞ નું આયોજન થયું હતું આ સમયે ભગવાને ઈન્દ્રાની પૂજા અંગે સવાલ ઉઠાવ્યા હતા ભગવાને ગોકુળવાસીઓને સવાલ કર્યો હતો કે ઇન્દ્ર નું કાર્ય અને કર્મ છે કે એ વરસાદ વરસાવે અને સમગ્ર પૃથ્વીને ધનધાન્યથી તરબોળ કરે, આ માટે તેને લાંચના સ્વરૂપમાં વિશેષ ભોગ ધરાવીને એનું મહિમા મંડન કરવું યોગ્ય નથી ઇન્દ્ર સૃષ્ટિનો સંચાલક નથી , આ વાતને લઈને વ્રજવાસીઓ શ્રીકૃષ્ણ સાથે સહમત થયા અને ઇન્દ્રને બદલે ગોકુલ અને આસપાસના ગામોને પોષણ આપનાર ગોવર્ધન ની પૂજા કરવાનું નક્કી કર્યું હતું આ વાતની જાણ ઇન્દ્રને થતા તેને સમયાંન્તક મેઘને આદેશ કરી વ્રજભૂમિને તહેશ નહેશ કરવા આદેશ આપ્યો હતો ઇન્દ્ર ના આદેશને પગલે વ્રજમંડળમાં બારેમેઘ ખાંગા જેવો માહોલ બંધાયો હતો અને સતત 7 દિવસ સુધી મેઘ વરસ્યા હતા , આ સમયે સમગ્ર વ્રજ અને ગોકુલ જળમગ્ન થઈ રહ્યું હતું અને તે સમયે ભગવાને લીલા કરીને ગોવર્ધન પર્વતને પોતાના હાથની ટચલી આંગળી ઉપર ઉઠાવી લીધો હતો અને સતત 7 દિવસ અને 7 રાત સુધી ગોવર્ધન ધરીને સ્વયં શ્રીકૃષ્ણ ગોવર્ધનધારી કહેવાયા હતા ,ભગવાન ની આ લીલા થી ઇન્દ્રના માન નું ભંગ થયું અને ઇન્દ્ર પ્રભુના શરણે આવ્યો હતો અને ગોપાલમંત્ર ની રચના કરીને ભગવાનની સ્તુતિ કરી વિનવ્યા હતા આમ તે સમયથી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે ગોવર્ધન પૂજા વ્રજમાં આવેલા ગોવર્ધન પર્વતની કરવામાં આવે છે તો અલગ અલ શહેરમાં આવેલા કૃષ્ણ મંદિર અને પુષ્ટિમાર્ગીય હવેલીમાં ખાસ પ્રતીકાત્મક ગોવર્ધન પર્વત તૈયાર કરીને પૂજા યોજાઈ છે , સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ ગોવર્ધન સ્વરૂપ છે અને તેઓએ જ વ્રજવાસીઓના તમામ સંતાપોને હરિને પુષ્ટિ લીલામાં સ્થાન આપ્યું હતું 

Related News