જાણો આરટીઓમાં કઈ કઈ સુવિધા હવે ઘરે બેઠા મેળવી શકશે ?

RAJKOT-NEWS Publish Date : 23 December, 2020 01:04 AM

જાણો આરટીઓમાં કઈ કઈ સુવિધા હવે ઘરે બેઠા મેળવી શકશે ?

રાજકોટ 

રાજકોટ ખાતે કાર્યરત રિજનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે આરટીઓ ખાતે હવે એક બે નહિ પરંતુ 7 સેવાઓ ફેસલેસ મળવાની છે આ સેવાઓ હવે રાજકોટ આરટીઓ કચેરી ખાતે શરૂ કરવાં આવી છે , આ સેવાઓનો લાભ ઘરે બેઠાજ રાજકોટવાસીઓ મેળવી શકશે , રાજકોટ આરટીઓ અધિકારી પી બી લાટીયા એ જણાવ્યું કે 7 સેવાઓ હાલ ફેસલેસ કરવામાં આવી છે જેમાં 4 સેવાઓ લાઇસન્સમાં અને 3 સેવાઓ  વાહનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે આ સેવાઓમાં ડુપ્લીકેટ લાઇસન્સ , રીન્યુઅલ લાઇસન્સ અને રિપ્લેશમેન્ટ લાઇસેન્સ ની સુવિધા છે તો બીજી તરફ વાહનોમાં આરસી બુક ડુપ્લીકેટ કાઢવાની પ્રક્રિયા હોઈ કે પછી આર સી પર્ટિક્યુલર સેવાઓ જેમાં વાહનની વિગતો કાઢવાની હોઈ છે તેને ફેસલેસ કરવામાં આવી છે અને તેનો લાભ 50 હજારથી વધુ લોકોએ મેળવી લીધો છે, આ સુવિધા કોરોના કાળમાં સૌથી વધુ ઉપયોગી બની છે અને તેનો મોટા પ્રમાણમાં લાંબા લેવામાં આવી રહ્યો છે 

આ પહેલા જૂની પદ્ધતિ મુજબ લોકોને આરટીઓના ધક્કા ખાવા પડતા હતા અને એજન્ટોનો ભોગ બનવું પડતું હતું જેમાં 200 રૂપિયા થી લઈને એજન્ટો 1 હજારથી વધુ ની રકમ અલગ અલગ પ્રકારે મેળવી લેતા અતા જોકે આરટીઓ કચેરી ખાતે એજન્ટ પ્રથા બંધ છે છતાં પણ એજન્ટોની અહીં દુકાન ધમધોકાર ચાલતી રહી છે વે તે દુકાન પણ ધીમે ધીમે બંધ થાય એ જરૂરી છે આરટીઓ કચેરી ખાતે ધીમે ધીમે ભ્રસ્ટાચાર નો સડો દૂર કરવા માટે સરકાર એક પછી એક સુવિધા અને કામ માટેની કામગીરી ઓનલાઇન અને ફેસબુક કરવામાં આવી રહી છે જે લોકો માટે જ ફાયદા કારક છે

Related News