છેલ્લી કલાકોમાં પતંગ બજારમાં ઘરાકી જામી :પતંગ રસિયાઓએ કરી ધૂમ ખરીદી 

GUJARAT Publish Date : 12 January, 2021 08:41 PM

છેલ્લી કલાકોમાં પતંગ બજારમાં ઘરાકી જામી :પતંગ રસિયાઓએ કરી ધૂમ ખરીદી 

 

રાજકોટ 

કોરોનાને પગલે છેલ્લા 10 મહિનાથી સમગ્ર ગુજરાતની સાથે રાજકોટવાસીઓ એક પણ તહેવારને મનમુકીને ઉજવી શક્યા નથી નવરાત્રી થી લઈને દિવાળી સુધી લોકોને કોરોનાની છાયામાં જ કાઢી કે ત્યારે વર્ષ 2021ના સૌથી પહેલા તહેવાર ઉતરાયણ પણ કોરોનાના નિયમો હેઠળ ઉજવવા માટે લોકો મજબુર છે...  જોકે પતંગરસિકો છેલ્લી ઘડીએ ખરીદી માટે બજારમાં ઉમટયા હતા અને ધીમે ધીમે ખરીદી શરૂ થતા પતંગના ધંધાર્થીઓને થોડી રાહત પહોંચી છે , ગુજરાતમાં દર વર્ષે પતંગ અને દોરાના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે જોકે આ વર્ષે પતંગ અને દોરાનો અને તેની સાથે અન્ય ઉત્પાદનોનો ધંધો માત્ર 40 ટકા જેટલો જ થાય એવી સ્થિતિ બની છે એક તરફ આગાસીઓ અને ધાબાઓ ઉપર માત્ર પરિજનો સાથે જ પતંગ ચગાવી શકાશે તો બીજી તરફ પતંગ અને દોરા ની ખરીદી પણ આ વર્ષે ગત વર્ષ કરતા ઓછી થઇ છે .. એક મહિના અગાવથી માંજા અને પતંગની ડિમાન્ડ અને બુકીંગ થતું હોઈ છે જોકે આ વર્ષે છેલ્લી ઘડીની ખરીદી જ વેપારીઓ માટે રાહત રૂપ બની છે , પતંગના વ્યવસાય સાથે જોડાયેલા અને વર્ષોથી સીઝન સ્ટોલ ચલાવતા મહેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે આ વર્ષે પણ તહેવારની ઉજવણી પાંખી અને નબળી છે ,બજારમાં જોઈએ એટલું લવ લવ નથી થતું પરંગ રસિકો સાથે સૌથી મોટીમુશ્કેલી કોરોના એ વેપાર અને ધંધા સાથે જોડાયેલા નાના વર્ગને કરી છે અને આ વર્ષે પહેલો તહેવાર પણ કોરોનાએ કોરી ખાધો છે જૉ એટલી ન તો પતંગ વેંચાઈ છે કે ના તો માંજા ની ડિમાન્ડ જોવા મળી છે હાલ બજાર ઠંડી છે અને વેપારીઓ છેલ્લા દિવસે ગ્રાહકોની અપેક્ષા રાખી રહયા છે જોકે રાજકોટમાં રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યુ હોવાથી દિવસે ખરીદી નીકળે તો જ વેપારીઓને થોડી રાહત થઇ શકે છે 

 

Related News