હળવદ મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

SAURASHTRA Publish Date : 28 January, 2021 04:13 PM

હળવદ મા  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે   ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ


હળવદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી યોજાનારી આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા હળવદ શરણેશ્વર મંદિર ખાતે તાલુકા પંચાયતની બેઠકમાં જિલ્લા પંચાયતની પાંચ બેઠકના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ભાજપના નિરીક્ષકો પાસે ઉમેદવારી નોધાવી હતી


આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચુટણી યોજાનાર છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા સેન્સ  પ્રક્રિયા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે‌ ત્યારે હળવદ ભાજપ  દ્રારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા પંચાયતની ૨૦ બેઠકો અને જિલ્લા પંચાયતની ૫ બેઠકો ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવા મા આવી હતી
 જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારના પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ભાજપના નિરીક્ષકો પાસેએ દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં ઉમેદવારો પહોચી આવ્યા હતા.આસન્સ પ્રક્રિયામાં  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ પંડ્યા મહિલા મોરચાના પ્રમુખ મંજુબેન દેત્રોજા સહિતના નીરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ ભાઈપટેલ. શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે . જિલ્લાભાજપ ઉપપ્રમુખ .વલ્લભભાઈ પટેલ .શહેર ભાજપમાં મંત્રી રમેશભાઈ દલવાડી સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .                                 

Related News