અપહરણ, હત્યા અને 50 લાખની ખંડણીનું શું છે રહસ્ય જાણો આ ક્રાઇમ સ્ટોરીમાં 

BREAKING NEWS Publish Date : 13 December, 2020 09:58 AM

અપહરણ, હત્યા અને 50 લાખની ખંડણીનું શું છે રહસ્ય જાણો આ ક્રાઇમ સ્ટોરીમાં 

 
દેશમાં દર મિનિટે હત્યા,અપહરણ,દુષ્કર્મ અને ખંડણી માંગવાના બનાવો બનતા જ રહે છે કાયદો ગમે તેટલો કડક હોઈ પોલીસ ગૂંહગારોને પકડીને ફાંસી સુધી ભલે પહોંચાડતી હોઈ પરંતુ ગુન્હેગારો કોઈને કોઈ કારણોસર અપરાધિક કામોને અંજામ આપતા રહે છે , જોકે ગુન્હેગારો ગમે એટલા ચાલાક હોઈ કાયદાના હાથ તેને પકડીને સજા આપવા માટે સદાય કાર્યરત રહે છે, ત્યારે ગુજરાત પોસ્ટના માધ્યમથી દરરોજ બનતી ઘટનાઓ પૈકી ની ક્રાઇમ થ્રિલર ઘટનાઓને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે શક્ય છે અહીં રજુ થતી ઘટનાઓના શહેરના અને પાત્રોના નામ બદલી નાખવામાં આવ્યા હોઈ પરંતુ કાયદાના ચોપડે નોંધાયેલી આ ઘટના એક વખત તમોને વિચારવા જરૂર મજબુર કરશે અમારો હેતુ વાંચકોને સાવધાન કરવાનો છે અને સર્તક રહીને આસપાસ બનતી ઘટનાઓ થી બચવા સાવધાન રહેવાનો સંદેશ આપવાનો છે 

 

ઉત્તરપ્રદેશમાં એક એવી ઘટના ઘટી છે જે જાણીને તમે ચોંકી જશો, પૈસાની લાલચમાં એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું અને પૈસા ન મળતા બાળકની હત્યા કરવામાં આવી ,પૈસા, અપહરણ અને હત્યાનો શું છે મામલો વાંચો આ રિપોર્ટમાં 

 
 
ઉત્તરપ્રદેશના મહારાજગંજ ની આ ઘટના છે , મહારાજગંજ પોલીસમાં નોંધાયેલા રિપોર્ટ મુજબ જિલ્લાના બંસપાર ગામમાં એક ખેતરમાં બાળકની લાશ મળી આવી હતી બાળકની લાશ માદ્યાની વિગતો પોલીસ સુધી પહોંચતા ઘટના સ્થળે પોલીસ પાર્ટી પહોંચી હતી, પોલીસે લાશની ઓળખ કરતા તે બાળકનું અપહરણ થયાનો રિપોર્ટ પોલીસમાં નોંધાયેલો હતો , બાળકનું નામ પિયુષ હોવાનું અને તેની હત્યા તેના જ નજીકના સગા કાકાએ કરી હોવાનું સામે આવ્યું છે , પોલીસે હત્યાના આરોપમાં મૃતકના કાકા ની ધરપકડ કરી છે , મૃતક બાળકનું તેનાજ કાકાએ અપહરણ કર્યાનું અને બાળકના બદલામા 50 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાની વિગતો સામે આવી છે 
 
પીયૂષના પિતાએ ગત શનિવારે જ તેના અપહરણ નો કેસ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવ્યો હતો જેની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા શંકાના આધારે તેના જ કાકા ની અટકાયત કરી હતી દિવસભર પોલીસને ગોળગોળ ફેરવનાર કિશોર આખરે ભાંગી પડ્યો અને તેને પિયુષની હત્યા 50 લાખની ખંડણી માટે કરી હોવાની કબૂલાત આપી છે , સમગ્ર મળે પોલીસે હત્યા અને અપહરણના કેસમાં કિશોરની ધરપકડ કરી છે અને લાશને પીએમ માટે મોકલી આપી છે
 
પોલીસના જણાવ્યા મુજબ કિશોર અપહરણના બદલામાં 50 લાખ રૂપિયા મેળવા ઇછતો હતો જોકે પીયૂષના પિતાએ પોલીસને જાણ કરતા તેને પિયુષની હત્યા કરીને લાશને ખેતરમાં ફેંકી દીધી હતી જોકે સમગ્ર મામલે પુલીસે કેસનો ઉકેલ લાવીને હત્યા અને અપહરણ મામલે આરોપીની ધરપકડ કરી છે 

Related News