નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું દુઃખદ નિધન 

GUJARAT Publish Date : 28 November, 2020 03:49 AM

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું દુઃખદ નિધન

 
ગુજરાતી અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ હેલ્લારો માં અભિનય અને ડાન્સ દ્વારા સૌકોઈની પ્રશંસા પ્રાપ્ત કરનાર અભિનેત્રી ભૂમિ પટેલનું દુઃખદ નિધન થયું છે , ભૂમિ પટેલ ખુબ જ આશાસ્પદ અભિનેત્રી અને ઉમદા ડાન્સર રહી છે તે ખુબ જ નાની ઉંમરે આ દુનિયા છોડી ગઈ છે તેના સાથી કલાકારો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા કલાકારોએ ભૂમિને દુઃખદ અંતિમ વિદાય આપીને શ્રદ્ધાંજલિ પાઠવી છે , ભૂમિને બ્લડ કેન્સર હતું , ભૂમિ પટેલ હેલ્લારોમાં ગ્રુપ ડાન્સર રહયા છે , તેની સાથે કામ કરનાર કલાકારો અને ઇન્ડસ્ટ્રીઝના લોકોએ તેને યાદ કરીને તેના પરિવારને દુઃખ સહન કરવા માટે ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના લખતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી છે, ભૂમિ ઉપરાંત ગુજરાતી ફિલ્મ જગત માટે આ વર્ષે ખુબ જ દુઃખદ નીવડ્યું છે જેમાં મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયા ની દુઃખદ વિદાઈ અને આશિષ કક્કડ સહિતના કલાકારોએ જીવ ગુમાવ્યા છે
 
ભૂમિ પટેલના આત્માને ઈશ્વર ચીર શાંતિ અર્પે એવી ગુજરાતપોસ્ટ પરિવાર તરફથી પ્રાર્થના 

Related News